ADVERTISEMENT
ADVERTISEMENT

ભારત

બિલિપત્ર ની પૌરાણિક કથા તથતેનું મહત્વ જ્યોતિષ વિશારદ સોનલ શુક્લા દ્વારા

શરૂઆત બિલપત્ર ચઢાવતી વખતે જે શ્લોક થી કરાય છે તેનાથી કરીયે.ત્રિદલમ ત્રિગુનાકરમ, ત્રીનેત્રં ચ ત્રિયાયુધમ,ત્રીજનમ પાપ સમ્હારમ,એક બિલ્વામ શિવર્પાનમ.જેનો અર્થ છે કે ત્રીદલ,ત્રણ નેત્ર વાળા તથા ત્રિશૂળ ધારણ કરવાવાળા , ત્રણ જન્મ ના પાપ સંહાર કરવા વાળા શિવજી તમને હું એક બિલિપત્ર અર્પણ કરું છું.સ્કંદ પુરાણ અનુસાર, એકવાર માતા પાર્વતીના પરસેવાનું એક ટીપું મંદરાચલ પર્વત પર પડ્યું અને તેમાંથી એક બિલી નું ઝાડ નીકળ્યું. કારણ કે બિલીવૃક્ષની ઉત્પત્તિ માતા પાર્વતીના પરસેવાથી થઈ છે. તેથી, માતા પાર્વતીના તમામ સ્વરૂપો તેમાં નિવાસ કરે છે.તે વૃક્ષના મૂળમાં ગિરિજા, તેના થડમાં મહેશ્વરી, ડાળીઓમાં દક્ષિણાયની અને પાંદડામાં પાર્વતીના રૂપમાં રહે છે.કાત્યાયની સ્વરૂપ ફળોમાં રહે છે અને ગૌરી સ્વરૂપ ફૂલોમાં રહે છે. આ બધા સ્વરૂપો સિવાય આખા વૃક્ષમાં મા લક્ષ્મીનું સ્વરૂપ વાસ કરે છે. બિલીપત્રમાં માતા પાર્વતીના પ્રતિબિંબને કારણે તે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે.બિલી પત્રો ચાર પ્રકારના હોય છે બિલી નું  ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. ચાર પ્રકાર છે. અખંડ બિલી પાન, ત્રણ પાન બિલી પાન, 6 થી 21 પાન બિલ્વના પાન અને સફેદ બિલ્વના પાન. આ તમામ બિલી  પાંદડાઓનું પોતાનું આધ્યાત્મિક મહત્વ પણ છે. અખંડ બિલી પત્રનું વર્ણન બિલ્વષ્ટકમાં છે. જે  લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષની જેમ તેનું પોતાનું વિશેષ મહત્વ છે. ભગવાન શંકરને અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે.  બિલીપત્રના વૃક્ષ વિશે આ  મહત્વપૂર્ણ વાતો જાણવી જોઈએ.  બિલીપત્રના ઝાડમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને બિલીપત્રના ઝાડ અને સફેદ આકને જોડીમાં લગાવવાથી સતત લક્ષ્મીની પ્રાપ્તિ થાય .એવું માનવામાં આવે છે કે બિલીપત્રનું ઝાડ લગાવવાથી વંશમાં વૃદ્ધિ થાય છે અને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ વૃક્ષ નીચે શિવલિંગની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.ઘરમાં બિલીપત્રનું ઝાડ લગાવવાથી અથવા તેના રોજ દર્શન કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. જો ઘરમાં બિલ્વપત્રનું ઝાડ હોય તો પરિવારના તમામ સભ્યો અનેક પ્રકારના પાપોથી મુક્ત થાય છે.બિલીના પાન ચઢાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બિલીના પાનનો જે ભાગ મુલાયમ હોય તે શિવલિંગ પર રાખવો જોઈએ. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી પાસે બેલના વધુ પાન ન હોય તો તમે તે જ બિલીના પાનને પાણીથી ધોઈને વારંવાર અર્પણ કરી શકો છો. કહેવાય છે કે બિલિપત્ર વાસી નથી થતું.શ્રાવણ માસ ના સોમવારે 108 વખત ઉપર બતાવેલ મંત્ર દ્વારા શિવ જી ને બિલિપત્ર ચઢાવવા માં આવે તો આધી વ્યાધિ ઉપાધિ ત્રણેવ માં થી મુક્તિ મળી સુખ તથા શાંતિ એવાં સમૃદ્ધિ ચિરકાળ સુધી રહે છે.

Read more

ફિલપકાર્ટ પર સુશાંતસિંહના ફોટા સાથે લખાણ વાળી ટીશર્ટ પર લોકો ગુસ્સે થયા

૨૦૨૦માં બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહનું નિધન થયું હતું, કહેવામાં આવ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો....

Read more

કેન્દ્ર સરકારે મંકીપોક્સ વેક્સીન બનાવવા ટેન્ડર બહાર પાડ્યું

કેન્દ્ર સરકારે મંકીપોક્સ વેક્સીન બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આઈસીએમઆરે રસી...

Read more

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર વિવાદિત ટિપ્પણીના પગલે સદનમાં હંગામો

કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ બુધવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને 'રાષ્ટ્રપત્ની'...

Read more

વડાપ્રધાન મોદી સાથે સાસંદની પાંચ વર્ષની પુત્રીની મુલાકાત ખુબ ચર્ચામાં

ભાજપ સાંસદની પાંચ વર્ષની પુત્રી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક મુલાકાત ખુબ ચર્ચામાં છે. પીએમ...

Read more
Page 376 of 1416 1 375 376 377 1,416

Categories

Categories