ADVERTISEMENT
ADVERTISEMENT

ઢોલીવુડ

10મી મેના રોજ રિલીઝ થઈ રહેલ ગુજરાતી ફિલ્મ “S2G2- અ રોમેન્ટિક મિશન”નું પોસ્ટર લોન્ચ

અમદાવાદ : શ્રીણીક આઉટરીચના બેનર હેઠળ બનેલ  ફન,ફેશન અને એક્શનપેક્ડ ગુજરાતી ફિલ્મ "S2G2- અ રોમેન્ટિક...

Read more

વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યરત મિતલબેન પટેલના  પુસ્તક પર આધારિત ફિલ્મ “ભારત મારો દેશ છે” ને મળ્યા 6 એવોર્ડ્સ

અમદાવાદ:ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક "સરનામાં વગરના માનવીઓ" પર આધારિત ગુજરાતી ફિલ્મ  "ભારત મારો દેશ છે" ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ "ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021" માં 6 એવોર્ડ્સ મળ્યા  છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો  કરતાં આવ્યાં છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી  જગ્યાએ વિચરતા રહે છે, તેમની પાસે એ પણ પૂરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની  વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ- કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ  "ભારત મારો દેશ છે" ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે. આ સુંદર વિષય- વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું  કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે. ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા  સંજય શાહ "જેકી" એ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિર્ગદર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, કૌશાંબી ભટ્ટ, મનિષા ત્રિવેદી, પ્રશાંત  બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્દભૂત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત  બનાવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન  સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ ક્રિષ્ના શાહને તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિર્ગ્દર્શક તથા મહિલા  સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિર્ગ્દર્શક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા. ફિલ્મમાં મુખ્ય પાત્ર  ભજવનાર ડેનિશા ઘુમરાને પણ  મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય  સરકાર તરફથી એવોર્ડ મળેલ છે. ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઈનર તરીકે કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશીને એવોર્ડ એનાયત ...

Read more

પ્રેક્ષકોની હૂંફ અને પ્રશંસા મને એક કલાકાર તરીકે મારી સીમાઓને આગળ ધપાવવા માટે પ્રેરિત કરે છે : રોનક કામદાર

અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે  પોતાનું સ્થાન બનાવ્યું છે.  સ્ટેજથી રૂપેરી પડદા સુધીની તેની સફર અવિસ્મરણીય છે.  રોનક કામદારને  ગુજરાતી ફિલ્મ  ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન ચોક્કસપણે કહી શકાય. ચબુતરો, નાડીદોષ, ઇટ્ટા- કિટ્ટા, હરિઓમ હરિ, 21મુ ટિફિન કસુંબો જેવી  અવ્વ્લ કક્ષાની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસથી  સૌને ચકિત કરનાર  રોનક કામદારને  તાજેતરમાં જ ગુજરાત  સ્ટેટ એવોર્ડ્સ 2024 ખાતે તેમની ફિલ્મ ચબુતરો માટે  માનનીય...

Read more

ગુજરાતી ફિલ્મો, કલાકારો, ડાયરેક્ટર, રાઈટરને સન્માન આપતો ભવ્ય ગુજરાતી ફિલ્મ એવોર્ડ એટલે GIFA 2023

GIFA 2023નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૮ માર્ચ શુક્રવાર ના રોજ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ...

Read more

શું અભિનેતા આર. માધવન આપણા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારના રોલને ટક્કર મારશે ?

- ગુજરાતી સુપરહિટ ફિલ્મ "વશ"ની રીમેક "શૈતાન"નું ટ્રેલર લોન્ચ -  "શૈતાન" ફિલ્મના ટ્રેલરને 24 કલાકમાં માત્ર...

Read more

મુવી રીવ્યુ: અર્બન અને રૂરલ ગુજરાતી ફિલ્મની કહેવાતી વાત પર પૂર્ણવિરામ મૂકતી ફિલ્મ એટલે ‘કસૂંબો’

આ રહ્યાં પાંચ કારણો.. જે ફિલ્મ કસૂંબોને બનાવે છે મસ્ટ વોચ મૂવી અમદાવાદઃ ગુજરાતી સિનેમામાં...

Read more

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સૌ પ્રથમ વખત 100 થી વધુ કલાકારો સાથે અને અત્યાર સુધીની સૌથી બહુચર્ચિચત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસૂંબો” સિનેમામાં રિલીઝ થવા તૈયાર

રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર, શ્રદ્ધા ડાંગર અને ચેતન ધનાણી વગેરે કલાકારો રહ્યાં ઉપસ્થિત રહયા હતા. અમદાવાદ:કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિચત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ "કસૂંબો"માં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વણવામાં આવી છે. ફિલ્મમાં ધમેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન  પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે.  રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને તાજેતરમાં જ ફિલ્મનું ટાઇટલ સોન્ગ પણ સોમનાથ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું.  ફિલ્મના પ્રમોશન અર્થે રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર અને ચેતન ધનાણી વગેરે  કલાકારો ઉપસ્થિત  રહ્યાં હતા. ગુજરાતી ફિલ્મ જગતના ખુબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત  વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે "કસૂંબો". ૧૬ ફેબ્રુઆરીના રોજ આ વીરતાની  કહાની દર્શકો સમક્ષ રજૂ થશે જેના  કાસ્ટ દ્વારા અમદાવાદના જાણીતા યુનાઇટેડ ફૂડપાર્કની મુલાકાત લેવામાં આવી હતી. અમદાવાદમાં શૂટિંગ કરાયેલ આ ફિલ્મ શૌર્ય ગાથા દર્શાવે છે. આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી,2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અગાઉ આ  ફિલ્મનું "ખમકારે ખોડલ સહાય છે" સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે, તે દર્શકોને ખૂબ પસંદ  પડ્યું છે અને કસૂંબોનું ટાઇટલ સોન્ગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે.ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઇ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતાં જણાય છે.ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે.  ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઇ, પાત્રોનો પરિચય આપતાં પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને ટાઇટલ સોન્ગ ખુબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે.આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં  આવી  છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે.

Read more
Page 1 of 23 1 2 23

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.

ADVERTISEMENT