Advertisement
ADVERTISEMENT

મનોરંજન

પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરાએ અમદાવાદ સાથે તુફાનની વર્ચ્યુઅલ સિટી ટુર શરૂ કરી

એમેઝોન પ્રાઇમ વિડિયો ઉપર તુફાનના લોંચ પહેલાં પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા સહિત તુફાનની ટીમે...

Read more

એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવાની વધુ એક તક, હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ બી...

Read more

સોની મ્યુઝિક ઇન્ડિયા મહાન પ્રતિભાઓ એ.આર. રહેમાન અને ગુલઝાર સાથે મળીને લાવી છે આશા અને શમનનું પ્રતીકાત્મક સ્તુતિ ગીત- ‘મેરી પુકાર સુનો’

નિરાશાના સમય દરમિયાન, પ્રેરણાત્મક શબ્દોની સાથે આત્માને ઉત્સાહિત કરનારી ધૂનો આપણને અંધકારના અંતે પ્રકાશ બતાવવામાં મદદ કરી શકે છે. આ...

Read more

પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમીએ નવી વેબ સિરીઝ ‘ષડયંત્ર’નું ટ્રેલર રીલીઝ કર્યું

 પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમીએ આજે નવી વેબ સિરીઝ ષડયંત્રનું ટ્રેલર લોંચ કરીને ગુજરાતી દર્શકોને વૈવિધ્યસભર કન્ટેન્ટ પ્રદાન કરી તેમને નિરંતર મનોરંજન પૂરું પાડવાની કટીબદ્ધતા દર્શાવી છે. આ ઓરિજિનલ વેબ સિરીઝ એક પોલિટિકલ થ્રિલર ડ્રામા છે, જેમાં ગુજરાતી અને હિન્દી રંગભૂમિ તેમજ ટીવી અને ફિલ્મોના જાણીતા દિગ્ગજ કલાકાર, જેમકે રોહિણી હટંગડી, અપરા મહેતા, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરીક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન તથા દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત સામેલ છે. શેમારૂમી દ્વારા લોંચ કરવામાં આવેલા ટ્રેલરને દર્શકો તરફથી ખૂબજ સારો પ્રતિસાદ સાંપડ્યો છે અને બીજી સિરીઝની માફક જ આ સિરીઝને  પણ અપાર સફળતા પ્રાપ્ત થવાની અપેક્ષા છે. આ દરેક કલાકારોના સુંદર અભિનય દ્વારા આ  વેબ સિરીઝ બાબુલ ભાવસાર લિખિત કથા અને સંવાદોને જીવંત રાખે છે. શેમારૂમી એક એવું પ્લેટફોર્મ છે જે દર્શકોને વિવિધ વિષય અને કેટેગરીમાં કંઇક અલગ મનોરંજક કન્ટેન્ટ આપે છે અને ષડ્યંત્ર આવા જ મનોરંજક કન્ટેન્ટ માનું એક છે. પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા 15 વર્ષથી એક સફળ CM તરીકે ફરજ બજાવી રહ્યા છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરીઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે અને આ જ વિષય ‘ષડ્યંત્ર’ ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે જે દર્શકોને ચોક્કસથી ગમશે. 'ષડ્યંત્ર'  વેબ સિરીઝના લોન્ચ પ્રસંગે શૉના નિર્દેશક ઉર્વીશ પરીખ જણાવે છે, " ષડ્યંત્ર એક એવી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે. મારા માટે આ શૉને શૂટ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. મને ખુશી છે કે શેમારૂમી એ આ શૉનું નિર્માણ કર્યાની સાથોસાથ પોતાના પ્લેટફોર્મ પર દરેક ગુજરાતીઓ માટે તેનું પ્રીમિયમ કન્ટેન્ટ રજુ કરી રહ્યા છે." રોહિણી હટંગડી શૉમાં પોતાના પાત્ર વિષે જણાવતા કહે છે, " હું 'ષડ્યંત્ર'  વેબ સિરીઝનો ભાગ બનીને ખુબ જ આનંદ ની લાગણી અનુભવી રહી છું અને ખુશ છું કે શેમારૂમી એ આ પ્રભાવશાળી વેબ સિરીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપવાનું નક્કી કર્યું. મેં મારી કરિયરમાં બહુ બધા પાત્રો ભજવ્યા છે પરંતુ વાસંતીબેનનું પાત્ર મારા હૃદયની ખુબ જ નજીક છે. આ વેબ સિરીઝનું સ્તર એટલું મોટું છે કે અમને એવું લાગ્યું કે અમે કોઈ ફિલ્મનું શૂટ કરી રહ્યા છીએ. મને ખાતરી છે મારા દર્શકો આ વેબ સિરીઝ ચોક્ક્સ પસંદ કરશે." અપરા મહેતા વધુમાં જણાવે છે, "હું 'ષડ્યંત્ર'  વેબ સિરીઝનો ભાગ બનીને ખુશ છું. આ પોલિટિકલ થ્રિલર એક ફિલ્મ જોયાનો અનુભવ કરાવશે. અને આ વેબ સીરીઝનો હું હિસ્સો છું એનો મને આનંદ છે. પન્નાબેનનું પાત્ર દર્શકોને ચોક્કસથી ગમશે. શેમારૂમી ગુજરાતી પર આ શૉ તમે 24મી જૂનથી નિહાળી શકશો." વંદના પાઠક જેઓએ આ શૉમાં ખુબ જ મહત્વનું અને એક અલગ જ પાત્ર ભજવ્યું છે. એ જણાવે છે કે  "આ શેમારૂમી સાથેનો મારો ખુબ જ સ્પેશ્યિલ પ્રોજેક્ટ છે અને કલાકાર તરીકે આનાથી વધારે સારું હું બીજું શું માંગી શકું. 'ષડ્યંત્ર' એ ખુબ જ રસપ્રદ વિષય છે જેમાં ઘણા મોટા મુદ્દાઓ વિષે વાત કરવામાં આવી છે અને જે રીતે પ્લોટ અને પાત્રોને દર્શાવવામાં આવ્યા છે એ અદભુત છે. દર્શકો આ વેબ સિરીઝનાં બધા જ પાત્રોને પસંદ કરશે. હું મારા ફેમિલી સાથે આ સિરીઝ જે શેમારૂમી પર 24મી જૂન ના રિલીઝ થશે એ જોવા માટે તત્પર થઇ રહી છું." દીપક ઘીવાલા જણાવે છે, "ષડ્યંત્ર" વેબ સિરીઝ એ એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને હું આ ફેમિલીનો પાર્ટ બનીને ખુબ આનંદિત છું અને મને ગર્વ છે કે મેં આટલા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શૅર કરવાનો એક અલગ જ અનુભવ કર્યો એનો મને આનંદ છે  અને શેમારૂમી એ મને આ પાત્ર માટે પસંદ કર્યો. આ વેબ સિરીઝ 24મી જૂનથી શેમારૂમી પર રજુ થશે અને મેં આ સિરીઝ નાં બધાજ એપિસોડ એક સાથે જ જોવાનો પ્લાન કર્યો છે." શ્રીનુ પરીખ જણાવે છે કે, "આ મારી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે અને હું શેમારૂમી એન્ટરટેઈનમેન્ટનો પાર્ટ બની ને ખુબ જ ખુશ છું. "ષડ્યંત્ર" વેબ સિરીઝ એક બહુ જ ઉમદા પ્રોજેક્ટ છે અને હું ભાગ્યશાળી છું કે મને આટલા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શૅર કરવાની તક મળી. મને એ લોકો પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. મને ખાતરી છે કે લોકો ને આ વેબ સિરીઝ બહુ જ ગમશે અને લોકો ખુબ જ એન્જોય કરશે. "ષડ્યંત્" વેબ સિરીઝ જોવાનું ચુકતા નહિ, 24 મી જૂનથી માત્ર શેમારૂમી ઉપર." https://youtu.be/kMwwMRMzCcA

Read more

“શેમારૂમી ગુજરાતી” વધુ એક નવી ગુજરાતી વેબ સિરીઝ “ષડયંત્ર” રજૂ કરવા જઇ રહ્યું છે

વેબ સિરીઝ 'વાત વાતમાં' અને થિયેટર પહેલા રિલીઝ થયેલી સર્વ પ્રથમ ગુજરાતી ડિજીટલ ફિલ્મ 'સ્વાગતમ', જાેક સમ્રાટ, અનનૉન ટુ નૉન...

Read more

શિલ્પા શેટ્ટીના બર્થ ડે પર બહેન શમિતા અને પતિ રાજ કુંદ્રાએ ખાસ અંદાજમાં કર્યું વિશ

બોલિવુડ ડીવા શિલ્પા શેટ્ટી આજે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તેના બર્થ ડેને ખાસ બનાવતા રાજ કુંદ્રાએ ઈન્સ્ટાગ્રામ...

Read more
Page 1 of 368 1 2 368

Click to visit – V Help Foundation

Currently Playing

Weather

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.