નવલી નવરાત્રિ હવે શરૂ થઈ ગઈ છે. ખૈલેયાઓ મનમુકીને ગરબે ઘૂમી રહ્યાં છે, પણ જો જો ક્યાંક ગરબા રમતા રમતા સ્વાસ્થ્ય ન જોખમાય. નવરાત્રિમાં કેવી રીતે સ્વાસ્થ્ય જાળવવું, કેવો ખોરાક લેવો, તેના વિશે જરૂરી બાબતો વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના ડૉ. દિલીપ વ્યાસ, સિનિયર કન્સલ્ટન્ટ – સિનિયર ફિઝિશિયન & પ્રોફેસર ઓફ મેડિસિન ડો. દિલીપ વ્યાસ દ્વારા ખાસ ટિપ્સ આપવામાં આવી છે. જે તમને ફિટ એન્ડ ફાઈન રાખશે.
નવરાત્રિ દરમિયાન ઘણાં ભાવિ- ભક્તો ઉપવાસ કરતાં હોય છે ત્યારે કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી જોઈએ. જેમ કે ઉપાસ દરમિયાન જંક ફૂડ કે બહારનું ખાવા કરતા હેલ્થી ફૂડ ખાવાનું રાખો. “ઉપવાસ દરમિયાન જંક ફૂડ ન ખાવું જોઈએ. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો. ડાયાબિટીસ ના દર્દીઓ ઉપવાસ કરવાનું રાખો. ડાયાબિટીસ બીપી કે હૃદયની બીમારી હોય તો દવા જાતે બંધ કે ઓછીના કરવી જોઈએ. ઉપવાસ દરમિયાન ફળો કે અન્યો વસ્તીઓનું સેવન કરી શક્ય છે. ઘણી વખત ગરબા રમવી વખતે શરીરમાં પાણી ઘટવાથી ડીહાઇડ્રેશન જેવી સમસ્યાઓ થતી હોયે છે તેથી પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખો. આ દરમિયાન નારિયળ પાણી, લીંબુ પાણી, ફ્રૂટ જ્યુશ, છાશ વગેરે ઉપયોગી છે.”
ડૉક્ટર જણાવે છે કે, “ગરબા રમવા માટે તમારું શરીર ટેવાયેલું હોવું જોઈએ. આના માટે રોજે 20-30 મીનીટ કસરત કરવી જોઈએ. શ્વાસ લેવામાં કોઈ તકલીફ થાયે કે ગભરામણ થાય તો એક બાજુ બેસીને નજીકની / આસપાસની વ્યક્તિ ને તમારી તકલીફ વિશે જણાવો. જો તમને ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે હૃદયની કોઈ બીમારી હોયે તો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળો. ગરબા રમવા બાદ તમે ફળ અથવા ડ્રાયફુર્ટ લઇ શકો છો.”
જો ગરબા રમતી વખતે ચક્કર આવે છાતીમાં ભારે લાગે ગભરામણ થાય, માથામાં દુખાવો થાય, પરસેવો થાય, અથવા શ્વાસની તકલીફ થાય તો ગરબા રમવાનું બંધ કારની તાત્કાલિક ડોક્ટરનું કન્સલ્ટેશન કરવાનું રાખો/ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ આ ત્રણ મોડર્ન જમાનાના રોગોનું નિયંત્રણ એ માત્ર અને માત્ર ફિઝિકલ એકટીવિટી અને કસરત તમારા રૂટિનમાં આદત પાડો તો આ ત્રણ રોગોની દવાની માત્રા ઓછી કરશે અને શરીર નિરોગી રહેશે.
જે નવરાત્રી દરમિયાન થતી ફિજિકલ અને આધ્યાત્મિક ધાર્મિક પ્રવૃત્તિથી એક પ્રકારની કસરતથીમાં અંબા તમને નિરોગી રાખશે અને ડોકટર અને હોસ્પિટલથી બચાવશે.