અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજે આંશિક વાદળછાયા વાતાવરણની વચ્ચે મહત્તમ તાપમાનમાં ફેરફારની સ્થિતિ જાવા મળી હતી. ગઇકાલની સરખામણીમાં પારો ગગડ્યો હતો. બપોરના ગાળામાં પણ અન્ય દિવસોની સરખામણીમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. આજે અમદાવાદમાં પારો ૪૧.૯ રહ્યો હતો. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૪૨થી નીચે રહ્યો હતો. સૌથી વધારે ગરમીનો અનુભવ આજે ભુજમાં થયો હતો જ્યાં પારો ૪૨.૪ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમં ફેરફાર થવાની કોઇ સંભાવના દેખાતી નથી. બીજી બાજુ ઉંચા તાપમાનની કોઇ ચેતવણી પણ જારી કરવામાં આવી નથી.
હવામાનમાં એકાએક ફેરફારની સ્થિતિના પરિણામ સ્વરુપે લોકોને અને ખાસ કરીને બાળકોને સાવચેત રહેવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન તરફથી લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ.
આજે અમદાવાદ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ હતી. અમદાવાદમાં એપ્રિલ માસમાં આટલી ગરમી હાલમાં સૌપ્રથમવાર નોંધાયા બાદ રેડ એલર્ટ જાહેર કરાયું હતું પરંતુ હવે ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે. સાથે સાથે ગરમીને લઇ અમ્યુકો દ્વારા ખાસ એકશન પ્લાનની પણ જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે મહત્તમ તાપમાન વધીને ૪૨ સુધી પહોંચી શકે છે. હિટવેવ માટે કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી. આજે મોટાભાગના વિસ્તારોમાં પારો ગગડ્યો હતો. ગરમીના કારણે ઇમરજન્સી સેવા ૧૦૮માં આવતા કોલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોને બહાર નિકળવા માટેની સલાહ પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૦થી ૪૩ વચ્ચે રહ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, મે મહિનામાં ગરમીના પ્રમાણમાં હજુ ઉલ્લેખનીય વધારો થઇ શકે છે.