અમદાવાદ : પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા મોર્નિગ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિના પરિણામ સ્વરૂપે લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૩.૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં પારો ૧૪.૪ ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાજ્યમાં મોટાભાગે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. વલસાડમાં સૌથી વધારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જ્યાં પારો ૧૦.૬ રહ્યો હતો. મહુવામાં પારો ૧૦.૭ ડિગ્રી રહ્યો હતો. આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી પણ કરાઈ છે.
અમદાવાદ માટેની આગાહીમાં જણાવાયું છે કે આવતીકાલે પારો ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. ૧૪મી જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની અસર રહેશે. ત્યારબાદ દિનપ્રતિદિન ઠંડી ઘટશે. ઠંડીનું જાર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે.
અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સતત ફેરફારની સ્થિતિ હાલમાં જાવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં ઉત્તર ભારત જારદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે વધી શકે છે અને પારો ૧૪ની આસપાસ રહી શકે છે.