અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં ફરી એકવાર જોરદાર ઠંડીનો ચમકારો જાવા મળ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં પારો ફરીવાર ગગડી ગયો છે. ગઇકાલની સરખામણીમાં આજે વધુ વિસ્તારોમાં પારો ૧૦થી નીચે પહોંચ્યો હતો. અમદાવાદમાં પારો ગગડીને ૯.૩ ડિગ્રી સુધી રહ્યો છે. ઉપરાંત ગાંધીનગરમાં ૯.૪, રાજકોટમાં ૮.૭, મહુવામાં ૯.૯, કંડલા એરપોર્ટ વિસ્તારમાં ૮.૬, નલિયામાં ૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આની સાથે જ અન્ય વિસ્તારોમાં પારો ગગડી ગયો છે. કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી ચુકી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ખાસ કરીને કચ્છ, રાજકોટ, ભાવનગરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં પણ અસર જાવા મળી શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે.
વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જાવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૮ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં ઠંડી વધી પારો ૮ સુધી પહોંચી શકે.