અસલાલીમાં મહિલાએ વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને તેના ત્રણ સાગરીતો સાથે મળીને અપહરણ કરીને માર મારીને છરી બતાવી રૂ. 2.64 લાખની મતા લૂંટી લીધી હતી. મારી પત્નીને લઇ ક્યાં ફરે છે કહી વિડીયો બનાવી પુત્રને મોકલીને રૂપિયાની ખંડણી માંગી હતી. વૃદ્ધે બુમાબુમ કરતા આરોપીએ ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે બનાવ અંગે અસલાલી પોલીસે ચારેય સામે ગુનો નોંધી સીસીટીવી ફેટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બાવળા નજીક રહેતા રહેતા 71 વર્ષના વૃધ્ધે અસલાલી પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે અઠવાડિયા પહેલા અજાણ્યા નંબર પરથી મિસકોલ આવ્યો હતો. જેથી વૃદ્ધે ફોન કરતા મહિલા પોતાનું નામ પ્રિયંકા આપ્યું હતું. ત્યારબાદ વોટ્સએપમાં વાતચીત શરૂ કરી હતી. બાદમાં મહિલાએ કહ્યું કે મારો પતિ મને બરોબર રાખતો નથી તેમ કહી મને વાસણા મળવા બોલાવ્યા હતા. જેથી વૃધ્ધ ત્યાં ગયા હતા ત્યારે મારો પતિ દારૂડિયો છે કંઇ કમાતો નથી હું તમારી સાથે બોલવા માંગુ છુ કહીને વાતચીત કરીને બંને ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ મહિલાએ અવાર નવાર ફોન કરીને મળવા માટે દબાણ કરતી હતી. જેથી વૃદ્ધે વિશાલા સર્કલ પાસેથી બાઇક ઉપર બેસાડી હતી. મહિલા હોટલ બહાર લઇ જઇને અહી ઓળખીતા છે કહીને બે-ત્રણ હોટલ ફેર્યા હતા.
ત્યારબાદ અસલાલીથી કમોડ રોડ તરફ જઇ રહ્યા હતા ત્યારે રિક્ષામાં ત્રણ શખ્સો આવ્યા હતા અને બાઇકની આગળ લાવીને ઉભી રાખીને તું કેમ મારી પત્ની સાથે ફરે છે કહીને માર મારીને રિક્ષામાં અપહરણ કરીને છરી બતાવી મોબાઇલ, સોનાની ચેઇન સહિત કુલ રૂ. 2.64 લાખની મતા લૂંટી લીધી હતી. એટલું જ નહી વિડીયો બનાવી આ તારા પુત્રને મોકલી દઇશું કહીને ખંડણી માંગી હતી.