અમદાવાદ શહેરમાં અમદાવાદની ગુફા ખાતે આર્ટ ગેલેરીમાં એન.કે.પટેલ ના ફોટોગ્રાફ્સ નું એક્ઝિબિશન યોજાયું હતું. એન. કે. પટેલે પ્રદર્શિત કરેલ ફોટોગ્રાફસ ખુબ જ અનોખા હતા. આ સમગ્ર એક્ઝિબિશનમાં પ્રદર્શિત થયેલ ફોટોગ્રાફ્સ માં ભારત દેશના નોર્થ-ઇસ્ટ ની સંસ્કૃતિ ની ઝલક દર્શાવેલી હતી. આ એક્ઝિબિશનમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી.ડો. જીતેન્દ્ર નાથ ગોસ્વામી હાજર રહ્યા હતા.
આ ફોટોગ્રાફી પ્રદર્શન વિશે જણાવતા શ્રી એન.કે. પટેલે જણાવ્યું હતું કે ભારત દેશ ના અલગ અલગ રાજ્યોમાં ફરવાના અને ફોટોગ્રાફીના શોખને લીધે તેમણે નોર્થ-ઇસ્ટ ના લગભગ દસ જેટલા પ્રવાસ કર્યા. તેમને ત્યાંની સંસ્કૃતિ, લોકો, પહેરવેશ, આર્કિટેક્ચર આ બધું જોયા પછી પ્રેરિત થયા અને આ બધા પ્રદર્શિત થયેલા ફોટોગ્રાફ્સ નોર્થ-ઇસ્ટ ના અંતરિયાળ વિસ્તારના છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ અને દેશના ઉત્તર-પૂર્વના આઠ રાજ્યો ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ રાજ્યોનું સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ દેશના બાકીના રાજ્યો કરતા અલગ છે. લેન્ડસ્કેપ, સમુદાયોની શ્રેણી અને ભૌગોલિક અને પર્યાવરણીય વિવિધતા આ રાજ્યોને દેશના બાકીના ભાગો થી તદ્દન અલગ બનાવે છે.
આ ફોટોગ્રાફ્સ દલાઈ લામા જ્યાંથી ભારતમાં ૧૯૬૦માં આવ્યા અને ૧૯૪૪ માં વર્લ્ડ વોર વખતે આઝાદ હિંદ ફોજ મણિપુરમાં ક્યાંથી આવી તેના પણ ફોટોગ્રાફ્સ આ પ્રદર્શનમાં હતા. આ ઉપરાંત આ ફોટોગ્રાફી એક્ઝિબિશન માં મુખ્ય આકર્ષણ નોર્થ-ઇસ્ટના કુદરતી સૌંદર્ય ના ફોટોગ્રાફ્સ ની રહી હતી.
લોકો, સંસ્કૃતિ, આર્કિટેક્ચર અને ઐતિહાસિક સ્મારકો, લેન્ડસ્કેપ વાઇલ્ડલાઇફ વગેરેમાં ફેલાયેલી સામગ્રી સાથે છબીઓ તેના દર્શકને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશના લોકો સ્થાનો અને સાંસ્કૃતિક ઉત્પાદનોના જ્ઞાન શાસ્ત્રીય માળખામાં એક આકર્ષક સમજ આપે છે.
દર્શકોને આ અનોખો પરિપ્રેક્ષ્ય અને શક્યતા પ્રદાન કરીને, તે તેમની પાસેથી એક વ્યાપક દ્રષ્ટિકોણ ની પ્રેરણા આપે છે. આ છબીઓ લોકો, સ્થાનો અને સંસ્કૃતિ વિશે વધુ જાણવાની પ્રેરણા આપે છે. તેઓ બૌદ્ધિક કથારસીસ હાંસલ કરવા માટેનું એક માધ્યમ બની જાય છે. આ પ્રદર્શનના માધ્યમથી શ્રી પટેલનો હેતુ એ છે કે આ ફોટોગ્રાફસ દ્વારા સામાન્ય પ્રેક્ષકોના મનમાં ઉત્તર – પૂર્વના વિસ્તાર માટેની આંશકાઓ, પૂર્વધારણાઓ અને બિન – પ્રમાણિત માન્યતાઓ પણ બદલાશે
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more