અમદાવાદ : ગુજરાતમાં ઠંડીનું મોજુ અકબંધ રહ્યું છે. અલબત્ત કોઇપણ પ્રકારની ચેતવણી કોલ્ડવેવને લઇને જારી કરવામાં આવી નથી પરંતુ લઘુત્તમ તાપમાનમાં ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં પારો વધીને ૧૩.૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. એટલે કે, ઠંડીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થયો હતો. જા કે, વહેલી સવારે અને મોડી રાત્રે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે અને લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સતત બીજા દિવસે પણ સૌથી વધુ ઠંડીનો અનુભવ પાટનગર ગાંધીનગરમાં થયો હતો જ્યાં પારો ૯.૫ ડિગ્રી રહ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો હજુ પણ થવાની શક્યતા છે.
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી ઘટવાના સંકેત છે. તીવ્ર ઠંડીનો ચમકારો સવારમાં ફરીવાર અનુભવાયો હતો. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થયા બાદ ૧૪મી જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં ધીમે ધીમે ઘટાડો થશે અને લોકોને રાહત થશે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવતીકાલે મહત્તમ તાપમાન આંશિક રીતે ઘટી શકે છે અને પારો ૧૦ની આસપાસ રહી શકે છે. આજે અમદાવાદમાં સવારમાં ધુમ્મસના વાતાવરણના લીધે માહોલ વરસાદી રહ્યો હતો. જાકે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો હતો.
આજે રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો વલસાડમાં ૧૦.૧, દીવમાં ૧૩.૮, મહુવામાં ૧૨.૩ અને નલિયામાં ૧૧.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ત્યારે તેની અસર ગુજરાતમાં પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે.