અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થતાં લોકોને રાહત થઇ છે. જા કે, દક્ષિણ ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ અકબંધ રહી છે. અમદાવાદમાં પારો ગગડી ગયા બાદ હવે ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રી રહ્યું હતું. બીજી બાજુ આવતીકાલે અમદાવાદમાં પારો વધીને ૧૨ સુધી પહોંચી શકે છે. નલિયામાં પણ પારો વધ્યો છે. અહીં પારો ૭ થયો છે. જા કે, રાજ્યના ઘણા ભાગોમાં હજુ પણ લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહ્યું છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. જાકે નલિયામાં લોકોની હાલત કફોડી બનેલી છે.
કોલ્ડવેવની પરિસ્થિતિ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, વડોદરામાં રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવી જ સ્થિતિ રહેશે જેમાં પોરબંદર, અમરેલી અને રાજકોટનો સમાવેશ થાય છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે.
ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી વ્યકત કરાઇ છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. અમદાવાદમાં પણ કોલ્ડવેવની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે જેમાં વડોદરા, વલસાડ અને કચ્છમાં ઠંડા પવનો ફુંકાય તેવી શક્યતા છે.