અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ગુજરાતના લોકરક્ષક દળ પેપર લીક કૌભાંડમાં આખરે આંતરરાજય ગેંગની સંડોવણીનો પોલીસે આજે પર્દાફાશ કર્યો હતો. ગુજરાત પોલીસે આ સમગ્રકૌભાંડમાં દિલ્હી ગેંગના મુખ્ય આરોપી વિનીત માથુરની ધરપકડ કરી તેની પૂછપરછના આધારેઆંતરરાજય ગેંગની સંડોવણીનો પર્દાફાશ કરી નાંખ્યો હતો. પોલીસે આ કૌભાંડમાં મધ્યપ્રદેશના રતલામથી અશોક સાહુની પણ અટકાયત કરી લીધી છે અને પોલીસ તેને અહીં લઇનેઆવી રહી છે. આ સિવાય હરિયાણાના જ્જરના મનીષસિંહ બળવંતસિહંની પણ ગમે તે ઘડીયે ધરપકડ કરાય તેવી શકયતા છે.
આંતરરાજય ગેંગના સભ્યો ઉપરાંત આ કૌભાંડમાં ગુજરાતના નીલેશ નામનો જે માસ્ટમાઇન્ડ હતો, તેના પૂરા નામ અને વિગતોનો આજેપર્દાફાશ થયો હતો. તેનું આખુ નામ નીલેશ દિલીપભાઇ ચૌહાણ છે અને તે વડોદરાનો વતની છે, તેની સાથે દસ્ક્રોઇના વતની અશ્વિનરૂચિકર પરમાર અને સુરેશ ડાહ્યાભાઇ પંડયાના નામનો પણ પર્દાફાશ થયો છે. પોલીસ આ તમામશખ્સોને ગમે તે ઘડીયે ધરપકડ કરે તેવી શકયતા છે. આમ,આજેગુજરાત પોલીસને પેપર લીક કૌભાંડમાં દિલ્હીની તપાસમાં બહુ મોટી સફળતા હાથ લાગી છે. પેપર લીક કૌભાંડમાં આજે ચોંકાવનારા ખુલાસાકરતાં ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી પકડાયેલા આરોપીઓપ્રીતેશ પટેલ સહિતના ચાર આરોપીઓને લઇ ગુજરાત પોલીસની ટીમ દિલ્હી તપાસાર્થે ગઇ હતી, તે તપાસ કરી અહીં પરત આવી ગઇ છે, જેમાં દિલ્હીમાં ગુજરાતના ઉમેદવારોનેપેપર અને આન્સરશીટ બતાવવા કયાં કયાં લઇ જવાયા હતા,કઇકઇ હોટલમાં અને સ્થળોએ રોકાયા હતા,તેમાંનાકેટલાક સ્થળો અને જગ્યાઓ અમે આઇડેન્ટીફાય કરી લીધી છે.
એટલું જ નહી,દિલ્હીના વતની અને આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા વિનીત માથુરની ધરપકડ કરી લીધી છે. તેની પૂછપરછ અને ઇનપુટ્સના આધારે ગુજરાત પોલીસની ટીમે આ કૌભાંડના ખૂબ જ મહત્વના આરોપી એવા અશોક સાહુની મધ્યપ્રદેશના રતલામથી અટકાયત કરી લીધી છે. અશોક સાહુને ગુજરાતપોલીસ અહીં લાવવા માટે નીકળી ગઇ છે,તેનાઅહીં આવ્યા બાદ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે. પેપર લીકમાં નવી નવી વિગતો ખુલીરહી છે.