JB ફાર્માએ ભારતમાં હાઇપરટેન્શનના દર્દીઓ માટે સૌથી વધુ માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા ટેસ્ટ કરીને એશિયા બુક ઓફ રેકોર્ડ સ્થાપિત કર્યો

Rudra
By Rudra 3 Min Read

JB ફાર્માએ હાયપરટેન્શન અને તેની કીડનીના આરોગ્ય પરની અસરોમાં એક નોંધપાત્ર હરણફાળ પ્રાત કરી છે. આગામી 17મેના રોજ મનાવવામાં આવતા ‘વિશ્વ હાયપરટેન્શન દિન’ના પ્રસંગે કંપનીએ આજે ઘોષણા કરી હતી કે તેને એશિયા બુક ઓફ રેકોર્ડ્ઝ દ્વારા માત્ર એક જ સપ્તાહમાં 17,202 માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા ટેસ્ટ હાથ ધરવા માટે ઓળખી કાઢી છે. આ સિદ્ધ JBના આગળ ધપી રહેલા “વન મિશન નેફ્રો પ્રોટેક્શન” કેમ્પેનના ભાગરૂપે છે, જે હાયપરટેન્સિવ દર્દીઓમાં કીડનીના નુકસાનના વહેલાસર નિદાન વિશે જાગૃત્તિમાં વધારો કરવા પર કેન્દ્રિત છે.

“ટૂંકા ગાળામાં મહત્તમ સંખ્યામાં માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા ટેસ્ટ હાથ ધરવા માટે એશિયા બુક ઓફ રેકોર્ડઝ પાસેથી આ સ્વીકૃત્તિ પ્રાપ્ત કરવી તે ભારતમાં હાયપરટેન્સિવ દર્દીઓ માટે ઇષ્ટતમ થેરાપ્યુટિક પરિણામોને આગળ ધપાવવાની અમારા લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે” એમ JB ફાર્માના ઇન્ડિયા બિઝનેસના પ્રેસિડન્ટ દિલીપ સિઘ રાઠાડએ જણાવ્યુ હતું. તેમણે ઉમેર્યુ હતુ કે “છેલ્લા 8 વર્ષોમાં 5 લાખથી વધુ સ્ક્રીનીંગ્સ હાથ ધર્યા છે ત્યારે તાજેતરની સિદ્ધ અમારા સક્રિય હાયપરટેન્શન વ્યવસ્થાપન અને કીડની રક્ષણ પરના તીવ્ર બનાવવામાં આવેલા ફોકસનું પ્રદર્શન કરે છે.”

ભારતભરમાં સ્ક્રીન કરાયેલ આ કુલ વ્યક્તિઓમાંથી આશરે 18%ને હાયપરટેન્સિવ તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. આ હાયપરટેન્સિવ દર્દીઓમાંથી આશરે 67% (અથવા બે-તૃતીયાંશ)એ કીડનીમાં સંભવિત નુકસાનના વહેલાસર સંકેતો દર્શાવ્યા હતા.

આ રેકોર્ડ તોડતો પ્રયત્ન વહેલાસર હસ્તક્ષેપની માંગ કરે છે તે સમજાવતા JB ફાર્માના ઇન્ડિયા બિઝનેસના ક્રોનિક ક્લસ્ટરના એક્ઝિક્યુટીવ વાઇસ પ્રેસિડન્ટ વિકાસ ખરેએ જણાવ્યું હતુ કે: ” હાઈપરટેન્શનવાળા દર્દીઓમાં કિડનીના તણાવના પ્રારંભિક સંકેતો ઓળખવા માટે માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ઘણીવાર ક્રોનિક કિડની રોગ વિકસે તે પહેલાં. હાઈપરટેન્શન કિડનીના સ્વાસ્થ્યને ગંભીર અસર કરી શકે છે, તેથી માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયાનું વહેલું નિદાન કિડનીના કાર્યને સુરક્ષિત રાખવા અને દર્દીના પરિણામો સુધારવા માટે સમયસર પગલાં લેવાની મંજૂરી આપે છે. આ રેકોર્ડ સિદ્ધિ સાથે, અમે, JB ફાર્મા ખાતે સારા સ્વાસ્થ્ય માટે સારા લોકો બનવાના અમારા વચન પર આગળ વધી રહ્યા છીએ.”

ભારતમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ 40-60% કિડનીના નુકસાનમાં નોંધપાત્ર ફાળો આપે છે તેને ઓળખી કાઢતા, JB ફાર્મા તેના લાંબા સમયથી ચાલતા અભિયાન “BP Right Karo” દ્વારા સચોટ બ્લડ પ્રેશર માપન અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવા માટે પણ સક્રિયપણે કામ કરી રહી છે. આ પહેલ હેઠળ, JB ફાર્મા આગામી 2-3 વર્ષોમાં 10,000 ક્લિનિક્સમાં બ્લડ પ્રેશર ઉપકરણોનું માપાંકન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી ચોક્કસ માપન સુનિશ્ચિત કરી શકાય, તેમજ જાણકાર આરોગ્યસંભાળ નિર્ણયો લઈ શકાય.

Share This Article