પાટનગરની એક સગીરાને તેના જ ગામના નરાધમ દ્વારા ૪ વર્ષથી મરજી વિરુદ્ધ બળાત્કાર કરવામા આવતો હતો. પિતા સમજાવવા જતા તેમને માર માર્યો હતો. જ્યારે ભાઇને પણ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. તે ઉપરાંત બે જગ્યાએ કરવામાં આવેલી સગાઇ પણ તોડી નખાવી હતી. જેને લઇને બળાત્કાર કરનાર નરાધમ સહિત ૪ આરોપીઓ સામે ફરિયાદ કરવામાં આવી હતી. ગાંધીનગર પાસેના ગામમાં રહેતી આશરે ૧૭ વર્ષિય સગીરા ઉપર ગામના જ શખસ દ્વારા બળજબરી પૂર્વક ચાર વર્ષ સુધી બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. સગીરા અભ્યાસ કરતી હતી. તે દરમિયાન સંજય રાજુ ઠાકોર દ્વારા તેનો શાળા સુધી પીછો કરવામા આવતો હતો અને તેની સાથે પ્રેમ હોવાનુ રટણ કરતો હતો.
સગીરા શાળામાં જતી તો તેના પાછળ પાછળ જતો હતો. એક વખત સગીરાને રોકીને તેની સાથે બિભત્સ માગણીઓ કરી હતી. જો સગીરા તેની સાથે મુલાકાત કરશે તો તેને હેરાન નહિ કરે તેમ ક્હ્યુ હતુ. જેને લઇને સગીરા વર્ષ ૨૦૧૯મા દિવાળીના સમયમાં તેના ઘર પાસે મળવા બોલાવતા ગઇ હતી. પરંતુ તે સમયે હવસખોર નરાધમે સગીરાની એકલતાનો લાભ લેતા બળાત્કાર કર્યો હતો. જો મારુ મન ભરાઇ ન જાય ત્યા સુધી હુ તને જ્યાં બોલાવુ ત્યાર તારે આવવુ પડશે નહિ તો અંગત ફોટા અને વીડીયો વાઇરલ કરી તને સમાજમા બદનામ કરી દઇશ તેવી ધમકી આપવામા આવતી હતી. ફરીથી હેરાન કરવામા આવતા આખરે સગીરાએ શાળાનો અભ્યાસ અધુરો છોડી દીધો હતો. જ્યારે સગીરા ઘરની બહાર નિકળે તે સમયે તેના મિત્રો સુનિલ રાજુ ઠાકોર, સાહિલ જયંતિ ઠાકોર અને પંકજ ભીખા ઠાકોર તેના મિત્ર સંજયને માહિતી આપી દેતા હતા. જેને લઇને આખરે વર્ષ ૨૦૨૧મા સગીરાએ તેના પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સંજયે સગીરાના પિતાને માર માર્યો હતો. જ્યારે બે વખત સગીરાની સગાઇ કરાઇ હતી. પરંતુ સામેની વ્યક્તિનો ફોન નંબર મેળવી ફોટા એડીટ કરીને મોકલી બદનામ કરતો હતો.