શારદીય નવરાત્રિનો પવિત્ર તહેવાર 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિની શરૂઆત થાય છે. નવ દિવસ માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની ભક્તિભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપના અથવા કળશસ્થાપનાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ, કલશને શુભતા, સમૃદ્ધિ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે.
કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત
શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે 11 ઓક્ટોબરના રોજ સવારે કળશસ્થાપના કરી શકાય છે. ઘટસ્થાપના માટે શુભ સમય સવારે 5:31 વાગ્યાથી 9:26 વાગ્યા સુધી રહેશે. ત્યારે આ દરમિયાન કુલ 3 કલાક અને 55 મિનિટનો સમય મળશે અને અભિજિત મુહૂર્તમાં પણ કળશ સ્થાપના કરી શકાય છે. અભિજિત મુહૂર્ત સવારના 11:00 વાગ્યાથી 11:47 વાગ્યા સુધી રહેશે.
કળશ સ્થાપના માટે આ જરૂરી સામગ્રી રહેશે
ઘટસ્થાપના કરતા પહેલાં તમામ પૂજા સામગ્રી તૈયાર રાખવી જોઈએ. તેના માટે તાંબું, પિત્તળ અથવા માટીનો કલશ, સ્વચ્છ પાણી, ગંગાજળ, આંબા અથવા અશોકનાં પાન, શ્રીફળ, મૌલી અથવા કલાવો, રોળી, અક્ષત, સોપારી અને સિક્કાની જરૂર પડશે. આ ઉપરાંત ફૂલ, ફૂલહાર, ધૂપ, દીવો, કપૂર, લાલ અથવા પીળું કપડું, પૂજાની થાળી, ફળ, મીઠાઈ, જવના દાણા, માટીનું પાત્ર અને સ્વચ્છ માટી પણ તૈયાર રાખવી.
આ રીતે કરશો ઘટસ્થાપના
સૌપ્રથમ પૂજા સ્થાનને સારી રીતે સાફ કરવી . ત્યારબાદ ત્યાં માતા દુર્ગાની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો અને હવે કળશલઈને તેના ગળા અથવા કિનારે મૌલી બાંધો અને તેના પર રોળીથી તિલક કરો. કળશમાં સ્વચ્છ પાણી અને ગંગાજળ નાખવું. તેમાં સોપારી અને સિક્કો મૂકો. ત્યારબાદ કલશની આસપાસ કેરી અથવા અશોકનાં પાન ગોઠવો. તેના ઉપર શ્રીફળ રાખો અને તેને લાલ કપડા અથવા ચુંદડીથી લપેટો.
નવરાત્રિ દરમિયાન કળશસ્થાપનાની સાથે જવ વાવવાની પરંપરા પણ છે. તેના માટે માટીના પાત્રમાં સ્વચ્છ અને ઉપજાઉ માટી ભરો અને તેમાં જવના દાણા નાખીને ઉપરથી થોડું માટીનું આવરણ આપો. ત્યારબાદ નવ દિવસ સુધી તેમાં નિયમિત રીતે પાણીનો છંટકાવ કરો.
ઘટસ્થાપના પૂર્ણ થયા પછી માતા દુર્ગાની વિધિપૂર્વક પૂજા આર્ચના અને આરતી કરવી. નવ દિવસ સુધી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીની આરાધના કરીને નિયમિત રીતે દીવો પ્રગટાવવો અને માં દુર્ગાની પૂજા કરો.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. ખબર પતરી આની પુષ્ટિ કરતું નથી.)

