નાગરિકતા સુધારા કાનૂનના સમર્થનમાં આયોજિત ભાજપના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. કાનૂનના સમર્થનમાં જુદા જુદા વિસ્તારમાંથી લોકો પહોંચ્યા હતા જેથી ચક્કાજામની સ્થિતિ વાડજથી સાબરમતી તરફ દોરી જતા માર્ગો ઉપર રહી હતી. મોટી સંખ્યામાં લોકો જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા વાહનો મારફતે પહોંચ્યા હતા. નાગરિક કાનૂનના સમર્થનમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સફળતા ભારતીય જનતા પાર્ટીને હાથ લાગી હતી.
અમદાવાદમાં આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. પોલીસે પહેલાથી જ આ કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ કરી હતી જેથી સાનુકુળ રીતે કાર્યક્રમ પાર પડાયો હતો.