ભવ્ય રોડ શોની સાથે સાથે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

અમદાવાદ : ભારતીય રાજનીતિમાં આધુનિક ચાણક્ય ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. રોડ શોની સાથે સાથે નીચે મુજબ છે

  • અમિત શાહના રોડ શોના બહાને એનડીએનું જોરદાર શક્તિ પ્રદર્શન
  • અમિત શાહના રોડ શોમાં એનડીએના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા
  • રોડ શોની શરૂઆત નારાયણપુરા વિસ્તારમાં સવારે સરદાર પટેલની પ્રતિમા પર માલ્યાર્પણ સાથે કરવામાં આવી
  • ચાર કિલોમીટર લાંબા રોડ શોની પૂર્ણાહુતિ ઘાટલોડિયા વિસ્તારમાં પાટીદાર ચોક ખાતે થઈ
  • અમિત શાહના રોડ શોમાં પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, ઉદ્ધવ ઠાકરે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા
  • રોડ શો બાદ અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ માટે ઉમેદવારીપત્ર દાખલ કર્યા
  • પાટીદાર ચોકથી અમિત શાહ ઉમેદવારીપત્ર ભરવા પોતાની કારથી ગાંધીનગર પહોંચ્યા
  • શુભ મૂહુર્ત મુજબ ઉમેદવારીપત્ર દાખલ કરવામાં આવ્યા
  • ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચુંટાયેલા અમિત શાહ આ વખતે અડવાણીની જગ્યાએ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવાર બન્યા છે
  • લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરી સૂચક જાવા મળી
  • લાલકૃષ્ણ અડવાણી છ વખત ગાંધીનગર સીટથી જીતી ચુક્યા છે
  • ગુજરાતમાં તમામ ૨૬ સીટ ઉપર ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થશે
  • અરજીપત્ર દાખલ કરવાની અંતિમ તારીખ ચોથી એપ્રિલ રાખવામાં આવી
  • ગાંધીનગર સીટ ભાજપ માટે અભેદ્ય કિલ્લા તરીકે રહી છે
  • ગાંધીનગર સીટ પર ઉમેદવારી દાખલ કરતા પહેલા રોડ શો અને સભામાં હજારો લોકો ઉમટી પડ્યા
  • અમિત શાહના કાર્યક્રમને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી
  • અમિત શાહના કાર્યક્રમના એક દિવસ પહેલાથી જ કાર્યક્રમના સ્થળ અને આસપાસના વિસ્તારમાં સુરક્ષા મજબૂત રાખવામાં આવી
  • ગાંધીનગર બેઠક પર ભાજપે સતત જીત હાંસલ કરી છે
  • અમિત શાહ માટે ગાંધીનગર ઘર જેવા વિસ્તાર તરીકે છે. અમિત શાહ સરખેજ અને નારાયણપુરા વિધાનસભા સીટથી ધારાસભ્ય રહી ચુક્યા છે
  • અમિત શાહ ઘણા વર્ષો સુધી નારાયણપુરામાં રહી ચુક્યા છે
  • કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોની નજર પણ અમિત શાહના રોડ શો પર કેન્દ્રિત રહી હતી
Share This Article