અમદાવાદ શહેરમાં દશેરા એટલે કે વિજયાદશમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. અમદાવાદીઓએ મોટા પ્રમાણમાં ફાફડા-જલેબી ખાવા માટેનું આયોજન કરી લીધું છે. આને લઈને ફાફડા-જલેબીના મોટા આયોજકો પણ તડામાર તૈયારીમાં લાગેલા છે. છેલ્લા બે દિવસથી ફાફડા-જલેબી બનાવવાના કામમાં કારીગરો લાગેલા હતા. આવતીકાલે સવારથી ફાફડા જલેબી ખરીદવા માટે લોકો ઉમટી પડશે. લોકપ્રિયતા ધરાવનાર સ્થળો ઉપર વધુ સંખ્યામાં લોકો ઉમટી પડશે. અંદાજ મુજબ અમદાવાદીઓ દશેરાની ઉજવણીમાં કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે.
ફાફડા જલેબી બનાવવા માટે ઉપયોગ કરાતા ચીજવસ્તુઓની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં તેની કોઇ અસર અમદાવાદીઓ ઉપર દેખાઈ રહી નથી. અમદાવાદીઓના રસને ધ્યાનમાં લઇને છેલ્લા કેટલાક દિવસથી ફાફડા અને જલેબી બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી. શહેરભરના મુખ્ય જાહેરમાર્ગ ઉપર મંડપ બાંધીને ફાફડા અને જલેબીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે શા†ોપૂજા પણ કરવામાં આવે છે. દશેરાના તહેવાર નિમિત્તે શહેરીજનો નવા વાહનોની ખરીદી પણ કરે છે, જેથી કાર અને વાહન ડિલરો દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
દશેરાના દિવસે દિવસ દરમિયાન વાહનોની ડિલીવરી કરવામાં આવશે. શહેરમાં નવા વાહનોની ખરીદી સાથે શહેરીજનો જુના વાહનોની પૂજા પણ કરવામાં આવનાર છે. વિજ્યાદશમી એટલે અસત્ય ઉપર સત્યની જીત તરીકે છે. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે અને લોકો જારદાર ઉજવણી કરે છે. આ દિવસને દશેરા તરીકે પણ ઉજવવામાં આવે છે. દશેરાના પર્વ ઉપર મોટાપાયે ખરીદી પણ કરવામાં આવે છે. ખુબ જ શુભ પ્રસંગ હોવાથી વાહનોની ખરીદી અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે જેને લઇને તમામ મોટા સ્ટોલ તૈયારી કરી ચુક્યા છે. જ્વેલરી બજાર, વાહન બજારમાં પહેલાથી જ જારદાર આયોજન છે. આવતીકાલે ડિલિવરી મેળવવા માટે લોકો ઉત્સુક બનેલા છે. પહેલાથી જ ઓર્ડર આપી દેવામાં આવ્યા હોવાથી આવતીકાલે શુભ મુહૂર્તમાં વાહનોની ડિલિવરી કરવામાં આવનાર છે. વાહનો ઉપરાંત અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવાની પણ પરંપરા રહેલી છે. દર વર્ષે લોકો લાખોની સંખ્યામાં વાહનોની ખરીદી કરે છે જેમાં ટુ વ્હીલર વાહનોનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો મકાનની ખરીદી કર્યા બાદ રહેવા પણ દેશેરાના દિવસે જાય છે.