સંસ્કાર નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઈટેડ વે ગરબાનો તડકો હવે આવી પહોંચ્યો છે અમદાવાદ . મંચની ડિઝાઈન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે અને આ વિશેષ આયોજનમાં ફુલ ગરબા તહેવારને લઇને આયોજકોમાં જોરશોરથી ચાલી રહી છે તૈયારીઓ. દર વર્ષે નવા કોન્સેપ્ટ અને નવી ઊર્જા સાથે ગરબાના કાર્યક્રમો યોજાતા હોય છે, તેમા આ વર્ષે વિશેષતા એ છે કે શહેરમાં પ્રથમવાર ‘યૂનાઇટેડ વે ઓફ અમદાવાદ’ ગરબા યોજાશે. વડોદરાની પ્રસિદ્ધ સંસ્કૃતિથી પ્રેરિત આ ગરબાનું આયોજન સાયન્સ સિટી સ્થિત V-9 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
આ વિશે ડિઝાઈયર ઇવેન્ટ્સના ફાઉન્ડર યુગ મકવાણા, ઇવેન્ટ પ્લાનર પ્રાચી ફોફરિયા અને જીગર બારોટએ માહિતી આપતાં જણાવ્યું કે, ‘શહેરમાં શેરી ગરબાની પરંપરા બાદ ગ્રૂપ અને મંડળી ગરબાની લોકપ્રિયતા વધી છે. હવે અમે વડોદરાના સુગમ સંગીતવાળા ગરબાની સ્ટાઈલ અમદાવાદમાં લાવવાના પ્રયાસમાં છીએ, જેને લોકો અવશ્ય પસંદ કરશે.’ તેમણે વધુમાં જણાવ્યું કે ગરબાના મંચની ડિઝાઈન વડોદરાની શૈલીમાં તૈયાર કરવામાં આવી છે, જેમાં કલાકારનું મંચ ગ્રાઉન્ડના મધ્યમાં રહેશે. ગરબા દરમિયાન ફૂલ ગરબાનું વિશેષ આયોજન પણ કરવામાં આવશે, જે યુવાનોને પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો સાથે જીવંત જોડશે.”
ઉપરાંત, વેન્યૂને વર્લી આર્ટ, માટલી જેવી લોકકલાથી ડેકોર કરાશે. આયોજકોના મુજબ, આ પ્રયાસ દ્વારા અમે માત્ર ગરબાનું નહીં પરંતુ ગુજરાતી આર્ટ અને હેરિટેજને પણ ઉજાગર કરવાનો પ્રયાસ છે.”
ધ યુનાઈટેડ વેવ્ઝ ઓફ અમદાવાદના ઓર્ગેનાઈઝરના જણાવ્યા મુજબ, ગત વર્ષે તેમણે 20થી વધુ નવરાત્રિની મુલાકાત લીધી હતી. જેમ ગત વર્ષે મંડળી ટ્રેન્ડમાં હતી અને ત્યારબાદ દરેક જગ્યાએ મંડળીનું આયોજન કરાયું હતું. જેથી તેમણે બરોડામાં યોજાતા યુનાઈટેડ વેનાં ગરબા શહેરમાં લાવવા ‘યુનાઈટેડ વે ઓફ અમદાવાદ’ આયોજન કર્યું છે. જેમ વડોદરામાં યુનાઈટેડ વેનું ડિઝાઈન હોય છે તે જ ફોર્મેટમાં ધ યુનાઈટેડ વે ઓફ અમદાવાદ ડિઝાઈન કરાયું છે. જેમાં સુગમ ગરબાનો કોન્સેપ્ટ જોવા મળશે. લોકો સતત 30 મિનિટ પણ ગરબા રમે તો તેમને એક નવો એક્સપિરીયન્સ મળે છે. તે યુનાઈટેડ વે વડોદરાની ઓળખ છે તેમ આ કોન્સેપ્ટ અમદાવાદમાં લાવીને શહેરને નવી ઓળખ આપવામાં આવશે
ગ્રાઉન્ડની કેપેસિટી 10,000 ખેલૈયાઓ સુધી નું હશે અને લોકો માં ગજબનું ઉત્સાહ છે . ખેલૈયાઓ માટે પાસની કિંમત 699 રુ.થી 1199 રુ. રાખવામાં આવી છે. જેમાં હાલ 699રુ.ના ફેઝ વનના પાસ સોલ્ડ આઉટ થઈ ચુક્યા છે. ફેઝ ટુ માં 1199રુ.ના પાસ વેચાણમાં ચાલી રહ્યાં છે. જેમ વડોદરામાં પેઈંગ ગેસ્ટ મહિલાઓને 12 દિવસના ફ્રી પાસ આપવામાં આવે છે તેમ અહી આશરે 1000 જેટલી મહિલાઓને ફ્રી પાસ આપવામાં આવશે. જે 1000 મહિલાઓને ફોર્મ ભરાવડાવશે અને તેમાંથી 1000 જેટલી મહિલાઓની પસંદગી કરાશે. નવરાત્રિ પહેલા બે દિવસ પ્રિ નવરાત્રિનું આયોજન કરાશે જેમાં શહેરના જાણીતા ઈન્ફ્લુએન્સર જોડાશે અને ૧૯ થી વધુ ગાયક કલાકારો આ કાર્યક્રમમાં જોડાશે.
નો પ્લાસ્ટિક-ગો ગ્રીન થીમ પર આ ગરબા યોજાશે
જેમ વડોદરામાં યુનાઈટેડ વે ગરબામાં સેન્ટર સ્ટેજ સાથે ગોળ ફરતા ગરબા હોય છે તેમજ અમદાવાદના V9 ક્રિકેટ ગ્રાઉન્ડમાં સેન્ટર સ્ટેજને ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરામાં આરતી બાદ ત્રણ તાળીથી ગરબાની શરુઆત થાય છે. તેમ યુનાઈટેડ વે ઓફ અમદાવાદમાં પણ ત્રણ તાળીથી શરુઆત કરવામાં આવશે. જેમાં સેન્ટર સ્ટેજમાં સિંગર વાસુદેવ પાટડિયા અને તેમની ટીમ દ્વારા પરફોર્મ કરવામાં આવશે. 19 ટીમ મેમ્બર્સ સાથે સિંગરની ટીમ રહેશે. નો પ્લાસ્ટિક યુઝ કોન્સેપ્ટ સાથે ગરબાનું આયોજન કરાશે. ગરબા રસિકોને ડિજિટલ પાસિસ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.