આણંદ જિલ્લામાં ગુરૂપદની ગરીમા અને ગુરૂ શિષ્ય વચ્ચેનાં પ્રેમને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં આવેલા સહજાનંદ ટ્યુશન ક્લાસમાં નોકરી કરતા હવસખોર શિક્ષકે સગીર વયની વિદ્યાર્થીનીના નગ્ન ફોટા વીડિયો બનાવી તેણીની સાથે દુષ્કર્મ આચરી કિશોરીનાં નગ્ન વિડીયો અને ફોટાઓ પાડી વાયરલ કરવાની ધમકીઓ આપી છેલ્લા ચાર વર્ષથી અવારનવાર દુષ્કર્મ આચરતો. આ બનાવ અંગે આણંદ સાયબર ક્રાઈમ પોલીસે નરાધમ શિક્ષક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આણંદ શહેરમાં રહેતી કિશોરી આજથી પાંચ વર્ષ પૂર્વે ધો. ૯માં અભ્યાસ કરતી હતી. ત્યારથી વલ્લભવિદ્યાનગરમાં નાના બજારમાં આવેલા સહજાનંદ ટયુસન કલાસીસમાં ટયુશન જતી હતી. ત્યારે કલાસીસમાં શિક્ષક તરીકે નોકરી કરતા અને ગણિત વિષય ભણાવતા મેહુલકુમાર મનસુખભાઈ જોષીએ તેણીની સાથે પહેલા ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી અને ત્યારબાદ કિશોરીનો નંબર મેળવી તેને વોટસઅપ પર મેસેજ કરી પોતાની પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ટેસ્ટમાં નાપાસ કરવાની ધમકીઓ આપી કિશોરી પાસે વ્હોટસઅપ પર તેણીનાં નગ્ન ફોટાઓ મંગાવ્યા હતા.
લોકડાઉન દરમિયાન કિશોરી ધો.૧૧માં અભ્યાસ કરતી હતી. ત્યારે પણ મેસેજો કરી કિશોરી સાથે સંપર્કમાં રહ્યો હતો અને ત્યારબાદ ઓફલાઈન કલાસીસ શરૂ થતા કિશોરીને રસ્તામાં બાઈક પર બેસાડી લાંભવેલ નજીક ર્નિજન વિસ્તારમાં લઈ જઈ તેણીનાં નગ્ન ફોટાઓ અને વીડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી તેણી સાથે શારીરીક અડપલા કર્યા હતા. તેમજ એક વાર ફિલ્મ જોવાનાં બહાને થીયેટરમાં લઈ જઈને કિશોરી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારબાદ મેહુલ જોષીને સહજાનંદ ટયુસન કલાસીસમાંથી કાઢી મુકવમાં આવ્યો હતો. પરંતુ તેણે કિશોરી સાથે સંપર્ક ચાલુ રાખેલા અને કિશોરીને પોતાાનાં મિત્રનાં ધરમાં લઈ જઈ તેણીને કેફી પીણું પિવડાવી તેણી સાથે દુષ્કર્મ ગુજારીને તેનાં નગ્ન ફોટાઓ અને વિડીયો બનાવી લીધા હતા. તેમજ આ વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી અવારનવાર તેણી પર દુષ્કર્મ ગુજારતો હતો. તેમજ કિશોરીએ ધો.૧૨ પાસ કર્યા બાદ તેણીને બળજબરી પૂર્વક વડોદરાની કોલેજમાં એડમીશન લેવડાવી તેણીને પીજીમાં રહેવા મજબુર કરી હતી. તેમજ વડોદરામાં પણ અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ ગુજારતો હતો. તેમજ ત્યારબાદ કિશોરી પાસે પૈસાની પણ માંગણીઓ કરી ‘જો પૈસા નહી આપે તો ન્યુડ ફોટા અને વિડીયો બજારમાં વેચીને પૈસા મેળવીશ’ તેવી ધમકીઓ આપી કિશોરી પાસેથી ૪૦ હજારથી વધુની રકમ પડાવી હતી. તેમજ ગત પહેલી એપ્રીલનાં રોજ વડોદરા પીજીમાં રહેતી કિશોરીની રૂમ પાર્ટનર પોતાનાં વતનમાં જતા મેહુલ કિશોરીનાં રૂમ પર પહોંચી ગયો હતો અને આખી રાત રૂમ પર રોકાઈને કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. વાંરવાર થતા દુષ્કર્મની ત્રાસી ગયેલી કિશોરીએ આ બાબતે પોતાની માતાને જાણ કરતા પરિવારે આ અંગે આણંદના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે હવસખોર શિક્ષક મેહુલ જોષીને ઝડપી લઈ તેની વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ધટનાને લઈને લોકો હેવાન શિક્ષક પર ફિટકાર વરસાવી રહ્યા છે.