હાલના સમયમાં મોટા ભાગના પુરૂષો પોર્ન ફિલ્મો નિહાળે છે. પરંતુ ઇન્ટરનેટ પર નિયમિત રીતે એડલ્ટ અથવા તો પોર્ન ફિલ્મ નિહાળનાર પુરૂષોને સાવધાન થઇ જવાની સલાહ નવા અભ્યાસમાં આપવામાં આવી છે. નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છેકે પોર્ન ફિલ્મો નિહાળનાર પુરૂષો બેડરૂમમાં હોપલેસ થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છેકે વિશ્વ પોર્ન દુનિયામાં એન્ટ્રી કરી ચુકેલા પુરૂષો વધુ મુશ્કેલીની દિશામાં આગળ વધી રહ્યા છે.
આમાં જણાવવામાં આવ્યું છે કે પોર્ન ફિલ્મો નિયમિત રીતે નિહાળનાર પુરૂષો સામાન્ય સેક્સી ગતિવિધીથી રોમાંચિત થતા નથી. આઇટી પ્રોફેશનલ અને છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે પોર્ન ફિલ્મ નિહાળનાર પુરૂષનું કહેવુ છે કે અન્ય મોટા ભાગના પુરૂષોની જેમ જ તે પણ ટિનેજરના ગાળાથી જ નિયમિત પોર્ન ફિલ્મ જુએ છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ પોર્નની દુનિયામાં પણ નવી નવી સામગ્રી મુકાતી જાય છે જેથી ચાહકો તેનાથી દુર થતા નથી. આ પુરૂષનું કહેવુ છે કે તે તેની પત્ની સાથે સેક્સ માણવા કરતા પોર્ન ફિલ્મ નિહાળવુ વધારે પસંદ કરે છે. આ સંબંધમાં સેક્સોલોજિસ્ટ દિપક જુમાનીનું કહેવુ છે કે આધુનિક સમયમાં વધતાં જતા ચલણથી કેટલાક નકારાત્મક પરિણામો પણ મળી રહ્યા છે.