આધુનિક ભાગદોડની લાઇફમાં દરેક સેક્ટરમાં અનેક સારી સંભાવના રહેલી છે. બદલાઇ રહેલા બિઝનેસના માહોલમાં પુરતા લાભ લેવા માટે કર્મચારીને હમેંશા સાવધાન રહેવાની જરૂર હોય છે. કોઇ પણ કર્મચારીને હાલમાં સમયની સાથે અને બિઝનેસના બદલાઇ રહેલા સમયની સાથે આગળ વધવાની જરૂર હોય છે. ભવિષ્યમાં કંપની અને કર્મચારી બન્નેની સફળતા આ બાબતની સાથે નક્કી થશે કે નવા વર્ક પ્લેસની જરૂરિયાતને તમે કઇ રીતે પૂર્ણ કરી રહ્યા છો. તાજેતરના સમયમાં જુદા જુદા સેક્ટરમાં ફેરફાર થઇ રહ્યા છે. કર્મચારીઓને આના માટે તૈયારી કરી લેવી જોઇએ. બેકિંગ અને ફાયનાÂન્સયલ સેક્ટરમાં કામ કરી રહેલા કર્મચારીઓ માટે સૌથી જરૂરી બાબત એ છેકે તેઓ ઝડપથી બદલાઇ રહેલા ડિજિટલ ટેકનોલોજી ઇકો સિસ્ટમમાં પોતાની પ્રોફેશનલ નોલેજને સારી રીતે વધારે. સાથે સાથે સ્કિલ પર ધ્યાન કેન્દ્રિત કરે. કસ્ટમર એક્સપિરિયન્સ ટ્રાન્સફોર્મેશન માટે મલ્ટીપલ સિસ્ટમની સાથે કોલાબરેશન કરવાની ક્ષમતા વિકસિત કરવાની જરૂર છે.
વર્યુઅલ રિયાલિટી, મશીન લ‹નગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , સાયબર સિક્યોરિટી , બિગ ડેટા, એડવાન્સ્ડ એનાલિટિક્સ, ડિજિટલ માર્કેટિંગ, ઇન્ટરનેટ ઓફ થિગ્સ, રોબોટિક્સ, પ્રોસેસ ઓટોમેશનજેવા ક્ષેત્રમાં સ્કિલને વધારી દેવાનો સમય આવી ગયો છે. એફએફસીજી અને રિટેલ ક્ષેત્રમાં પણ માહોલ બદલાઇ રહ્યો છે. બિઝનેસનો માહોલ હમેંશા બદલાતો રહે છે. આવી Âસ્થતીમાં એક કુશવ કર્મચારીને હમેંશા નવી નવી સ્કીલમાં વધારેને વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. આ સેક્ટરના તમામ કર્મચારીઓને પોતે પોતાના મુલ્યાંકન પર ધ્યાન આપવુ જોઇએ. પોતાની તાકાત અને અપેક્ષા વચ્ચે તાલમેલ બેસાડી દેવા માટેના પ્રયાસો કરવા જોઇએ. ગ્રાહકો સાથે મજબુત પર્સનલ સંબંધ સ્થાપિત કરવાની આ ક્ષેત્રમાં જરૂર હોય છે. રિટેલ અને એફએમસીજીના સેક્ટરમાં ઇનોવેશન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે પણ જરૂરી છે. ફંક્શનલ અને લીડરશિપ ક્વાલિટી વિકસિત કરવાની જરૂર હોય છે.
કર્મચારીને હમેંશા કોર સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. પોતાની કુશળતા કેટલી છે તે બાબત અંગે નિર્ણય લઇને પોતાના લક્ષ્ય નક્કી કરવા જોઇએ. ફાર્મા સેક્ટરની વાત કરવામાં આવે તો તેની સામે નવા પડકારો આવી રહ્યા છે. વર્તમાન નિયામક પડકારોના દોરમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ રિ ઇન્વેશનના દોરમાંથી પસાર થાય છે. યુએસએફડીએ દ્વારા નિરીક્ષણની સંખ્યા વધારી દેવામાં આવ્યા બાદ મેન્યુફેકચરિંગ કામગીરી પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાઇ રહી છે. આના માટે કેટલાક ઉદેશ્ય નક્કી કરીને આગળ વધવામાં આવે તે જરૂરી છે. આ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા માટે લેટેસ્ટ મેનેજમેન્ટ ટુલ્સ અને ડેટા એનાલિટિક્સ પર ધ્યાન આપવાની હવે જરૂર છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત દેખાઇ રહી છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટને સમજીને સ્કિલ્સની દિશામાં આગળ વધવાની જરૂરિયાત દેખાઇ રહી છે. નવી નવી ટેકનોલોજીને વહેલી તકે સ્વીકાર કરવાની ટેવ વિકસિત કરવાની જરૂર છે.