નવી દિલ્હી : અડધા લીટર દાન કરાયેલા લોહીથી ૩ લોકોના જીવને બચાવી શકાય છે.
- એક યુનિટ લોહી ૪૫૦ એમએલ છે.
- દાન કરાયેલા એક યુનિટ લોહી અથવા તો ૪૫૦ એમએલ ત્રણ દિવસની અંદર જ શરીરમાં ફરી બની જાય છે.
- રક્તદાન કરનાર કોઇપણ વ્યક્તિ દર ત્રીજા મહિને રક્તદાન કરી શકે છે.
- રક્તદાન કરનારની વય ૧૮થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ.
- રક્તદાન કરનારનું વજન ૪૫ કિલોથી ઓછુ ન હોવું જોઇએ.
- રક્તદાન કરનાર વ્યક્તિ એચઆઇવી, હેપેટીટીસ બી, હેપેટીટીસ સીથી ગ્રસ્ત હોવી જોઇએ નહીં.
- દેશની વસ્તી પૈકી એકથી ત્રણ ટકાની વસ્તી રક્તદાન કરે તો દેશની જરૂરિયાત પૂર્ણ થઇ શકે.