મુંબઇ : અભિનેતા વિકી કોશલ અને યામી ગૌતમ અભિનિત ફિલ્મ ઉરી બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ઉરી સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ છે. જે દેશભરમાં ચારેબાજુ શાનદાર દેખાવ કરી રહી છે. ફિલ્મને ચાહકોનો હજુ પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આના કારણે આ ફિલ્મની કમાણી હજુ નવા રેકોર્ડ સર્જી શકે છે. વિકી કોશલે ઉરી ફિલ્મમાં શાનદાર ભૂમિકા અદા કરી છે. ફિલ્મની કમાણી ૨૦૦ કરોડના આંકડાને પાર કરી ગઇ છે. આ આંકડો હજુ સુધી વધે તેવા સંકેત છે. પોતાના પ્રથમ સપ્તાહમાં ફિલ્મ ઉરીએ ૭૧.૨૬ કરોડની જંગી કમાણી કરી લીધી હતી.
જ્યારે બીજા અને ત્રીજા સપ્તાહમાં આ ફિલ્મે ૯૯.૭૯ કરોડની આવક મેળવી લીધી હતી. હવે ચોથા સપ્તાહમાં ૨૯.૦૨ કરોડ રૂપિયાની કમાણી આ ફિલ્મે કરી છે. કમાણીનો આંકડો સતત વધી રહ્યો છે. આ સમગ્ર કમાણીને મિક્સ કરવામાં આવે તો કુલ કમાણીનો આંકડો ૨૦૦ કરોડથી વધારેનો થઇ ગયો છે. એમ જાવામાં આવે તો ઉરી સર્જિકલ સ્ટ્રાઇક આ વર્ષની સૌથી મોટી ફિલ્મ તરીકે સાબિત થઇ રહી છે.
અત્રે નોંધનીય છે કે આ ફિલ્મ વર્ષ ૨૦૧૬માં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહ પર આધારિત છે. પાકિસ્તાનમાં ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવ્યા બાદ દેશના સાહસી જવાનોનો જુસ્સો અનેક ગણો વધી ગયો હતો. વિકી કોશલ ઉરી ફિલ્મને લઇને ફરી ચર્ચામાં છે. તે પહેલા તે સંજુ ફિલ્મમાં પણ ધુમ મચાવી દેવામાં સફળ રહ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્તની ભૂમિકા રણબીર કપુરે અદા કરી હતી. જા કે વિકી કોશલે પણ તેની કેરિયરની યાદગાર ભૂમિકા આ ફિલ્મમાં અદા કરી હતી. વિકી કોશલ હાલમાં બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહ્યો છે. તેન પાસે સૌથી વધારે નવી ફિલ્મો પણ હાથમાં રહેલી છે.