મુંબઇ : શેરબજારમાં આજે સવારના કારોબાર દરમિયાન ઉતારચઢાવની સ્થિતી રહી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૨૫૦ પોઇન્ટ ઘટીને રહ્યો હતો. દિવસ દરમિયાન ઘટાડો રહે તેવી શક્યતા છે. ડોલરની સામે રૂપિયામાં પણ ઘટાડો થઇ શકે છે. યુએસ ફેડ દ્વારાવ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યા બાદ તેની અસર દેખાઇ રહી છે. શેરબજારમાં સતત ઉતારચઢાવના કારણે કારોબારી હાલમાં દિશાહીન થયેલા છે. ગયા મંગળવારના દિવસે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું હતું. ૮મી જાન્યુઆરીના દિવસે આ સત્ર ૨૯ દિવસના ગાળા બાદ પૂર્ણ થશે.
૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પહેલા એનડીએ સરકારના અંતિમ ફુલ સેશન તરીકે આને જાવામાં આવે છે. આ સત્ર દરમિયાનના ઘટનાક્રમ ઉપર તમામની નજર રહેશે. કેટલાક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવી શકે છે. મોટા આર્થિક સુધારા પણ રજૂ કરવામાં આવી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણી પહેલા સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ મોદી સરકાર મોટા પગલા લેવા જઈ રહ્યા છે.કેન્દ્ર સરકાર હવે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કેટલાક લોકલક્ષી પગલા લેવાની દિશામાં આગળ વધી રહી છે. આની અસર સીધી રીતે જાવા મળી શકે છે.
ડોલરની સામે રૂપિયામાં ઉતારચઢાવની સ્થિતી રહી હતી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા ડિસેમ્બર મહિનામાં રોકડ રકમ ઠાલવવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની અસર જાવા મળી રહી છે. રિઝર્વ બેંકે બેંકોમાં ૧૦૦૦૦ કરોડ રૂપિયા વધારીને ૫૦૦૦૦ કરોડ રૂપિયા ઠાલવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રિઝર્વ બેંકે મુખ્ય બજાર મારફતે ૪૦૦૦૦ કરોડ રૂપિયાની રોકડ રકમ ઠાલવવાની પણ જાહેરાત કરી છે. બીએસઇ સેંસેક્સ ગઇકાલે ૧૩૭ પોઇન્ટ સુધરીને ૩૬૪૮૪ની ઉંચી સપાટી પર રહ્યો હતો. તેમાં ૦.૪ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. જ્યારે બ્રોડર માર્કેટમાં નિફ્ટી ઇન્ડેક્સ ૫૯ પોઇન્ટ સુધરીને ૧૦૯૬૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો.