નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનનીપ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. પરિણામોને લઇનેભારે ઉત્સુકતા અને ઉત્તેજના રાજકીયપક્ષોમાં પ્રવર્તી રહી છે. એક્ઝિટ પોલના તારણસ્પષ્ટ ન રહેતા હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી અપક્ષો અને નાની પાર્ટીઓનેપ્રભાવિત કરવામાં લાગી ગઇ છે. તમામ પાંચેય રાજ્યોમાં ચૂંટણી માટેના એક્ઝિટ પોલના તારણ નજીકની સ્પર્ધા અને ત્રિશંકુ વિધાનસભાની વાત કરી રહ્યાછે. જેથી બંને પાર્ટીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. બહુમતિ માટેના આંકડા સુધી ન પહોંચવાનીÂસ્થતીમાં બંને પાર્ટીની નીતિ શુ રહેશે તેનીબેઠક થઇ રહી છે. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જે રીતે નાટ્યાત્મક ઘટનાક્રમનો દોરચાલ્યો હતો તેવી જ Âસ્થતી પાછી થઇ શકે છે. બંને પાર્ટી આ વખતે સાવધાની રાખવા માટે ઇચ્છુકછે. ચૂંટણી બાદ ભાજપને બહુમતિ મળી શકી ન હતી અને તેની સાત સીટો ઓછી પડી હતી. સાતસીટો નહીં થવાના કારણે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર બની હતી. અલબત્તકર્ણાટકમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસને ઓછી સીટો જીતનાર જેડીએસને મુખ્યપ્રધાન પદઆપવાની ફરજ પડી હતી.
એક્ઝિટ પોલના તારણ જેરીતે આવી રહ્યા છે તે જાતા સરકાર બનાવવા માટે ભારે મહેનત ભાજપ અને કોંગ્રેસનેકરવાની ફરજ પડી શકે છે. મધ્યપ્રદેશમાં બહુમતિ સુધીના આંકડા સુધી કોઇ પાર્ટી નહીંપહોંચે તો અપક્ષ, બીએસપી અને ગોંડવાના ગોમાંતક પાર્ટીનીભૂમિકા ઉપયોગી સાબિત થઇ શકે છે. આવી જ રીતે છત્તિસગઢમાં અજિત જાગીની પાર્ટી અનેઅપક્ષ ઉમેદવારોની ભૂમિકા ચાવીરૂપ બની જશે. તેલંગણામાં પણ ત્રિશકુ વિધાનસભા રચાય છેતો રમત રોમાંચક બની જશે. ઓવેસીની પાર્ટી અને ભાજપ મોટી ભૂમિકા અદા કરી શકે છે.ભાજપે રાજ્યના હિતમાં વાત કરી હતી. મિઝોરમમાં પણ કોઇને બહુમતિ મળે તેવા સંકેત ઓછાદેખાઇ રહ્યા છે. પાંચ રાજ્યોમાંવિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા થયા બાદ સાતમી ડિસેમ્બરના દિવસે એક્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.પોલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસની જીત સ્પષ્ટપણે દેખાઈરહી છે જ્યારે તેલંગાણામાં ટીઆરએસની જીત દેખાઈ રહી છે.
બીજી બાજુ મધ્યપ્રદેશ અનેછત્તીસગઢમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખુબ નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે. જા એક્ઝિટ પોલના તારણ કેટલા સાચા સાબિત થાય છે તે અંગે આવતીકાલે ૧૧મીડિસેમ્બરના દિવસે ફેસલો થશે.પોલમાં કહેવામાં આવ્યુ છે કે રાજસ્થાનમાં છેલ્લા ૨૫વર્ષથી ચાલી રહેલી પરંપરા અકબંધ રહી શકે છે. પાંચ વર્ષના ગાળા બાદ કોંગ્રેસ પાર્ટીએન્ટ્રી કરી રહી છે. મિઝોરમમાં કોંગ્રેસ પાર્ટી સત્તાથી બહાર થાય તેવા સંકેત દેખાઈરહ્યા છે. એક્ઝિટ પોલના તારણોચાવીરુપ રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નજીકની સ્પર્ધા દર્શાવી રહ્યા છે.મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો આઠ એક્ઝિટ પોલના તારણ કોંગ્રેસને ૧૧૩ સીટ અને ભાજપને ૧૦૭ સીટ તેમજ અન્યોને ૧૦સીટ આપી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ૨૩૦ વિધાનસભા સીટો છે અને બહુમતિ માટેની સંખ્યા૧૧૬ રહેલી છે. ૨૦૧૩માં ભાજપે ૧૬૫ સીટો જીતી હતી અને કોંગ્રેસે ૫૮ સીટો જીતી હતો.ચાર સીટો બસપ અને ત્રણ સીટો અન્યોને મળી હતી. આવી જ રીતે છત્તીસગઢમાં પણ ભાજપ અનેકોંગ્રેસની નજીકની સ્પર્ધા દેખાઈ રહી છે.
આઠ એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહી કરવામાં આવી છે જેમાં ભાજપને ૪૦,કોંગ્રેસને ૪૪ અને અન્યોને ૬ સીટો મળી રહી છે.છત્તીસગઢમાં વિધાનસભાની ૯૦ સીટો છે. બહુમતિનો આંકડો ૪૬ છે. ભાજપ ૨૦૧૩માં ૪૯ સીટજીતી ગયું હતું જ્યારે કોંગ્રેસને ૩૯ સીટો મળી હતી. રાજસ્થાનમાં કોંગ્રેસની જીતનિશ્ચિત દેખાઈ રહી છે. છ એક્ઝિટ પોલના તારણપાર્ટી માટે સ્પષ્ટ જીત દર્શાવે છે. તેલંગાણામાં ચંદ્રશેખર રાવની Âસ્થતિ મજબૂત દેખાઈ રહી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી મિઝોરમમાં એકમાત્રગઢ પણ ગુમાવવા જઇ રહી છે. ઉત્તરપૂર્વમાં આની સાથે જ તેના તમામ ગઢ હાથમાંથી નિકળીગયા છે. એક્ઝિટ પોલ મુજબએમએનએફને ૧૬થી ૨૦ સીટો મળી રહી છે જ્યારે કોંગ્રેસને ૧૪-૧૮ સીટ મળી રહી છે.