મુંબઇ : શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૭૬ પોઇન્ટ ઘટીને ૩૩૮૯૧ની નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સે ફરી એકવાર ૩૪૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. નિફ્ટી ઇન્ડેક્સ બાવન પોઇન્ટ ઘટીને ૧૦૧૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. ઇન્ડસઇન્ડ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં જારદાર કડાકો બોલી ગયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં પણ ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો. કોલ ઇન્ડિયાના શેરમાં તીવ્ર ઘટાડો જાવા મળ્યો હતો. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સતત બીજા દિવસે ઉછાળો રહ્યો હતો. તેના શેરમાં
૨.૫ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંકના શેરમાં ઉછાળો નોંધાયો હતો. વ્યક્તિગત શેરોમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં ચાર ટકાનો ઘટાડો રહ્યો હતો તેના દ્વારા નેટ પ્રોફિટના આંકડા જારી કરવામાં આવ્યા હતા. એશિયન શેર બજારમાં પણ અફડાતફડીની Âસ્થતિ રહી હતી. શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૩૪૧ પોઇન્ટ ઘટીને ૩૩૩૪૯ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫ પોઇન્ટ ઘટીને ૧૦૦૩૦ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૯૬૬ પોઇન્ટનો ઘટાડો અથવા તો ૨.૮૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટીમાં ૨૭૪ પોઇન્ટનો ઘટાડો જાવા મળ્યો હતો. અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે કટોકટીને લઇને પણ માર્કેટની ચિંતા વધી ગઈ છે. પત્રકાર જમાલના મોતને લઇને અમેરિકા અને સાઉદી અરેબિયા આમને સામને છે. વધારાના ક્રૂડ ઓઇલના ઉત્પાદનને લઇને સાઉદી અરેબિયાની હિલચાલ શું રહેશે તેને લઇને પણ વિશ્વની નજર કેન્દ્રિત થઇ છે.
અમેરિકાએ આ સપ્તાહની શરૂઆતમાં જ ઇરાન ઉપર પ્રતિબંધ લાગૂ કરી દીધા હતા. સપ્ટેમ્બર મહિના માટેના ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર છે. દેશના મુખ્ય આઠ સેક્ટરો કોલસા, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, રિફાઈનરી પ્રોડક્ટ, ફર્ટીલાઇઝર્સ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રીસિટી જેવા સેક્ટરોને મળીને બનેલા આઠ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ ડેટા ઓગસ્ટ મહિનામાં ૪.૨ ટકાની આસપાસ રહ્યા હતા. કોલસા અને રિફાઈનરી પ્રોડક્ટનું ઉત્પાદન હળવું બન્યું હતું. ખુબ મહત્વપૂર્ણ આ આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરો કુલ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન પૈકી ૪૦.૨૭ ટકાનું યોગદાન આપે છે. બુધવારના દિવસે વૈશ્વિક માર્કેટના આધાર જાપાનની સર્વોચ્ચ બેંક ઉપર નજર રહેશે. જાપાનની સર્વોચ્ચ બેંક વ્યાજદરમાં કોઇ ઘટાડો કરે છે કે કેમ તેને લઇને ચર્ચા છે . ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સે ૭૧૮ પોઇન્ટની રિકવરી હાંસલ કરી હતી અને સેંસેક્સ કારોબારના અંતે ૩૪૦૬૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૨૨૧ પોઇન્ટ સુધરીને ૧૦૨૫૧ની સપાટીએ રહ્યો હતો.