મુંબઇ: દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી તૃષા કૃષ્ણનની તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન સ્વર્ગસ્થ જયલલિતાની લાઇફ પર ફિલ્મ કરવાની ખુબ મોટી ઇચ્છા છે. તૃષાએ કહ્યુ છે કે જયાની લાઇફ પર જો કોઇ બાયોપિક ફિલ્મ બનાવવામાં આવે તો તે ચોક્કસપણે ફિલ્મમાં કામ કરશે. જયલલિતા વિતેલા વર્ષોમાં પોતે પણ એખ લોકપ્રિય અભિનેત્રી તરીકે હતી. હિન્દીની સાથે સાથે જયલલિતાએ દક્ષિણ ભારતની કેટલીક ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમિયાન પહોંચેલી તૃષાએ પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તે દક્ષિણ ભારતની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મો કરવા માટેની ઇચ્છા પણ ધરાવે છે.
તેનુ કહેવુ છે કે એક સફળ અભિનેત્રી બનવા માટે દરેક રોલ સ્વીકાર કરવાની જરૂર હોય છે. તે સ્ટાર અભિનેત્રી હાલમાં ઉભરી રહી છે. જયલલિતાના બાયોપિક પર ફિલ્મ બનવવા માટે વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. તમામ લોકો આ બાબત જાણતા નથી કે જયલિતા જે સ્કુલમાં અભ્યાસ કરતા હતા તે જ ચેન્નાઇની સ્કુલમાં તે ભણી ચુકી છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે ૧૦ વર્ષની હતી ત્યારે સ્કુલમાં જયલલિતા એક ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. તેનુ કહેવુ છે કે જયાથી તે પોતે ખુબ પ્રભાવિત રહી છે. તેમની કાર્યશેળીથી પણ તે ખુબ પ્રભાવિત રહી છે. જેથી જો તેમની લાઇફ પર ફિલ્મ બનાવવામાં આવશે તો તે ચોક્કસપણે કામ કરશે.
દક્ષિણ ભારતની અનેક ફિલ્મમાં તૃષા હાલમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે જુદા જુદા પ્રોજેક્ટ પણ રહેલા છે. તે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવાને લઇને કોઇ ખચકાટ અનુભવ કરતી નથી. જાે સારી પટકથા મળશે તો તે ચોક્કસપણે કામ કરશે. તૃષાનુ સપનુ પૂર્ણ થઇ શકે છે.