ભાદરવી પૂનમ ના મેળામાં પ્રતિવર્ષ સેકડો લોકો માઅંબાજીના દર્શન કરવા જતા હોય છે. આ વર્ષે પણ અનેક લોકો માના દર્શન કરવા ગયા છે ત્યારે અરવલ્લીના માલપુર નજીક ગઈકાલે રસ્તે જતા દાહોદ અને પંચમહાલ જિલ્લાના પદયાત્રીઓને એક ઇનોવા ગાડીએ હડફેટે લીધા, જેમાં છ પદયાત્રીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ દુઃખદ ઘટનામાં અન્ય યાત્રીઓ ઘાયલ પણ થયા છે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનાર છ પદયાત્રીઓને પૂજ્ય મોરારીબાપુ તરફથી શ્રી હનુમાનજી ની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકને રૂપિયા પાંચ હજાર ની સહાય મોકલવામાં આવી રહી છે. કુલ ૩૦ હજાર રૂપિયાની આ રાશિ અમદાવાદ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચતી કરવામાં આવશે. આ ઘટનામાં પ્રાણ ગુમાવનારાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને મૃતકના પરિવારજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે.
ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને રુપિયા ૫૦ લાખની સહાય
ગઈકાલે ઓરિસ્સાના બાલાસોર પાસે ત્રણ ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. આ વર્ષનો આ અત્યંત ભિષણ કહી શકાય એવો રેલવે...
Read more