મુંબઈ: આંતરરાષ્ટ્રીય એક્સપ્રેસ સેવાઓમાં વૈશ્વિક અગ્રણી, એટલે કે DHL એક્સપ્રેસ, છૂટક ગ્રાહકોને વિશિષ્ટ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ ઑફર કરીને રક્ષાબંધનના આનંદમાં વધારો કરી રહી છે. 19મી ઓગસ્ટ 2024 સુધી માન્ય આ ઓફરમાં, ગ્રાહકો વૈશ્વિક સ્તરે 0.5 કિલો થી 20 કિલો સુધીની રાખડીઓ અને ગિફ્ટ શિપમેન્ટ મોકલવા માટે ડિસ્કાઉન્ટ અને પ્રમોશનનો આનંદ માણી શકે છે. આ ઑફર્સ DHLના દેશભરમાં 700 થી વધુ રિટેલ સર્વિસ પોઈન્ટ્સના વ્યાપક નેટવર્ક પર અને તેની અધિકૃત વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
આજના એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં, લોકો વધુ સારી શૈક્ષણિક તકો, નૌકરી કરવા અથવા જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે વિવિધ જગ્યાએ સ્થળાંતર કરે છે. પરિણામે, પરિવારો ઘણીવાર તહેવારો દરમિયાન આ અંતરથી એક બીજાથી દૂર અનુભવે છે અને સાથે મળીને ઉજવણી નથી કરી શકતા. ‘રક્ષા બંધન’નો તહેવાર ભાઈ-બહેનો વચ્ચેના પ્રેમ અને સંરક્ષણના બંધનને ઉજવવા અને સન્માન આપવા માટે પરિવારોને એક કરે છે. DHL એક્સપ્રેસનો ઉદ્દેશ્ય, પ્રેમ અને આનંદની અભિવ્યક્તિ કરતી તેમની ખાસ ભેટ મોકલવા માટે 50% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરતા ‘રાખી એક્સપ્રેસ‘ દ્વારા તહેવારની ઉજવણી કરતા પરિવારોને જોડવાનો છે.
DHL એક્સપ્રેસ ઈન્ડિયા ખાતે વાઇસ પ્રેસિડેન્ટ – કોમર્શિયલ, સંદીપ જુનેજાએ આ ઓફર પર ટિપ્પણી કરતા કહ્યું, “અમારા દ્વારા દર વર્ષે અમારા ગ્રાહકોને પ્રદાન કરવામાં આવતી ભાવભરી સેવા, રાખી એક્સપ્રેસ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે તે રક્ષા બંધનના આનંદી તહેવાર દરમિયાન અલગ થયેલા પરિવારો વચ્ચેના અંતરને દૂર કરે છે.
આ પ્રભાવશાળી પહેલ શરૂ કરવાની સાથે, અમે પરિવારોના જીવન પર ઊંડી અસર પાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમના અલગ થવાની ક્ષણોને સંપની પ્રિય યાદોમાં ફેરવીએ છીએ. અમારા દ્વારા હૃદયને જોડવા અને વિશ્વભરના દરેક ઘરના દરવાજા સુધી આનંદ લાવવાની સાથે રાખીની ભાવનાની ઉજવણીમાં અમારી સાથે જોડાઓ.”