રણબીર કરે છે આલિયાને ડેટ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

છેલ્લા કેટલા સમયથી રણબીર અને આલિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે તેવી અફવાએ જોર પકડ્યું હતું. સોનમ કપૂરના લગ્નમાં સાથે એન્ટ્રી કર્યા બાદ આ વાતને લઇને બી ટાઉનમાં ભારે ચર્ચા હતી. રાઝીની રિલીઝ વખતે આલિયાએ મિડીયા સામે કહ્યું હતુ કે તેને રણબીર પર ક્રશ છે. જો રણબીર હા પાડે તો તેને ડેટ કરવા તૈયાર છે. હવે રણબીરે જ મિડીયાને જણાવ્યુ છે કે, તે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે.

રણબીર કપૂરે જણાવ્યુ હતુ કે આ અમારા માટે નવું છે. રણબીરે વધુમાં જણાવ્યુ હતુ કે તે તેના અને આલિયાના રિલેશનશિપ વિશે વધારે બોલવા માંગતો નથી. નવા રિલેશનશિપને થોડો સ્પેસ આપવા માંગે છે. આલિયા ભટ્ટ તો પહેલા જ મિડીયા સામે રણબીર પર ક્રશ છે તે વાતને કનફોર્મ કરી ચૂકી હતી. હવે રણબીરે જ આ વાતને સ્વીકારીને કહ્યું છે કે તે અને આલિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રણબીરની નવી ફિલ્મ સંજુ એ 29 જુનના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ બોલિવુડ અભિનેતા સંજય દત્તની બાયોગ્રાફી છે. તેમના જીવન ચરિત્ર પરથી બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે તે સમય બતાવશે.

Share This Article