Ahmedabad | 8 વર્ષીય જયબીર સિંઘ ગુરુદત્તે બે રાષ્ટ્રીય રેકોર્ડ હાંસલ કર્યા, ગુજરાતનું વધાર્યું ગૌરવ

Kamlesh
1 Min Read

અમદાવાદના આઠ વર્ષીય જયબીર સિંઘ ગુરુદત્તે પોતાની અસાધારણ ફિટનેસ સિદ્ધિઓ દ્વારા બે રાષ્ટ્રીય રેકોર્ડ હાંસલ કરીને અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા જયબીરની આ સિદ્ધિઓને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે.

જયબીરે એક મિનિટમાં 122 માઉન્ટેન ક્લાઇમ્બર્સ કર્યા હતા. જ્યારે બંને પગની ઘૂંટી પર 500-500 ગ્રામનું વજન બાંધીને એક મિનિટમાં 137 વેઇટેડ જમ્પિંગ જેક્સ પૂર્ણ કર્યા હતા.

આ અગાઉ 20 સપ્ટેમ્બર, 2026ના રોજ જયબીરે એક મિનિટમાં 156 પ્લેન્ક જેક્સ કરીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો, જેને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા માન્યતા આપવામાં આવી હતી.

જયબીર સર્ટિફાઇડ NIS કોચ, આંતરરાષ્ટ્રીય વુશુ ચેમ્પિયન અને પ્રધાનમંત્રી પુરસ્કાર વિજેતા સરદાર અમનદીપ સિંઘ ગોત્રાના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહ્યો છે. તેની આ સિદ્ધિઓ પાછળ સતત મહેનત, સમર્પણ અને પરિવારના પ્રોત્સાહનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે.

જયબીરની આ સિદ્ધિ તેના પરિવાર અને શાળા માટે ગૌરવની ક્ષણ બની છે. તેની સફળતા અન્ય બાળકોને રમતગમત અને ફિટનેસ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડે છે.

Share This Article