Ahmedabad : વેદાંત ઇન્ટરનેશનલ પ્રિસ્કુલમાં હેલોવીન ડેની અનોખી અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ખાસ ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ જાદુગર, સુપરહીરો, પરીઓ અને વિવિધ હેલોવીન પાત્રોના આકર્ષક વેશ ધારણ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન બાળકોએ સ્ટેજ પર પોતાના પાત્રોની સુંદર રજૂઆત કરી હતી. આ ઉપરાંત ટ્રિક ઓર ટ્રીટ ગેમ, હેલોવીન ડાન્સ અને થીમ આધારિત આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શાળાના આચાર્ય ઋત્વી વ્યાસે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય તહેવારોની ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વૈશ્વિક સંસ્કૃતિથી પરિચિત કરાવવાની સાથે તેમનામાં સ્ટેજ પર આત્મવિશ્વાસ વધારવાનો છે.
કાર્યક્રમના અંતે શ્રેષ્ઠ કોસ્ચ્યુમ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો અને સ્ટાફના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
