ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા 350 બાળકો માટે દિયા પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન, દિવાળીની ખુશીઓ સાથે મીઠાઈનું વિતરણ

Kamlesh
1 Min Read

Ahmedabad : દિવાળીના પર્વ નિમિત્તે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના જશોદાનગર રોડ અને નવા નરોડા વિસ્તારમાં બે દિવસીય દિયા પેઇન્ટિંગ વર્કશોપ અને મીઠાઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલમાં અંદાજે 350 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ટ્રેનર રાધિકા પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોએ માટીના દીવડાઓને વિવિધ રંગો અને આકર્ષક ડિઝાઇનથી સજાવવાની તાલીમ મેળવી હતી. બાળકોએ પોતાની સર્જનાત્મકતાથી સુંદર રંગબેરંગી દીવડાઓ તૈયાર કર્યા હતા. સાથે જ તમામ બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં કળા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો હતો. બાળકો દિવાળીની ઉજવણી સાથે કંઈક નવું શીખે અને પોતાની કલ્પનાશક્તિને રજૂ કરી શકે તે માટે આ પહેલ કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા ડ્રીમ ફાઉન્ડેશનની ટીમ સાથે આશરે 15 સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો. સંસ્થા દ્વારા બાળકોના જીવનમાં ખુશીઓના રંગો ભરવા અને દિવાળીના પર્વને યાદગાર બનાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Share This Article