દિવાળી અને લગ્નસરાની ખરીદી માટે અમદાવાદના ફેશનપ્રેમીઓ માટે ખાસ સમાચાર છે. શહેરના ધ ગ્રાન્ડ ભગવતી ખાતે 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર, 2026ના રોજ બે દિવસીય ‘હાઈ લાઈફ એક્ઝિબિશન અમદાવાદ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ એક્ઝિબિશનમાં ફેસ્ટિવ વેર, બ્રાઈડલ કલેક્શન, ડિઝાઈનર આઉટફિટ્સ, જ્વેલરી અને ફેશન એસેસરીઝની વિશાળ રેન્જ રજૂ કરવામાં આવશે. જેમાં પરંપરાગત ભારતીય પોશાકથી લઈને આધુનિક ડિઝાઈનર વસ્ત્રો, પાર્ટી વેર અને ટ્રેન્ડી ફેસ્ટિવ કલેક્શન જોવા મળશે.
તહેવારો અને લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખીને યોજાનારા આ એક્ઝિબિશનમાં અગ્રણી ડિઝાઈનર્સનાં લેટેસ્ટ કલેક્શન રજૂ કરાશે. સાથે જ મુલાકાતીઓને દિવાળી, લગ્નપ્રસંગો, સગાઈ અને અન્ય ખાસ પ્રસંગો માટે એક જ સ્થળે ખરીદી કરવાની તક મળશે.
એક્ઝિબિશનના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદની જાણીતી ફેશન હસ્તીઓ ગેસ્ટ ઑફ ઑનર તરીકે ઉપસ્થિત રહેશે.
હાઈ લાઈફ એક્ઝિબિશન્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ઇવેન્ટ ઓર્ગેનાઇઝર એબી ડોમિનિકે જણાવ્યું હતું કે, ફેશનપ્રેમીઓને એક જ સ્થળે લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સ અને વિશિષ્ટ ડિઝાઈનર કલેક્શનનો અનુભવ મળે તે હાઈ લાઈફ એક્ઝિબિશન્સનો મુખ્ય ઉદ્દેશ છે.
આ બે દિવસીય એક્ઝિબિશન અમદાવાદના ફેશનપ્રેમીઓ અને ખરીદદારો માટે ફેસ્ટિવ તથા બ્રાઈડલ ફેશનની નવીનતમ ડિઝાઈન નિહાળવાની ખાસ તક બની રહેશે.
