Airtel બાદ Viની મોટી ભેટ, ઇન્ટરનેટ ન વાપરતા લોકો માટે માત્ર કોલિંગ પ્લાન કર્યા લોન્ચ, જાણો કિંમત અને ફાયદા

Rudra
3 Min Read

જો તમે સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરતા નથી અને તમારું કામ માત્ર કોલિંગ અથવા મેસેજથી જ ચાલી જાય છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ટેલિકોમ રેગ્યુલેટર TRAIના નવા નિર્દેશોનું પાલન કરતાં એરટેલ બાદ હવે વોડાફોન આઇડિયા (Vi)એ પણ માત્ર કોલિંગ અને SMSનો ઉપયોગ કરવા માંગતા ગ્રાહકો માટે મોટું પગલું ભર્યું છે. Viએ ઇન્ટરનેટ વગરના ચાર નવા ‘વોઇસ અને SMS-ઓન્લી’ પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ સાથે જ વોડાફોન આઇડિયા આવી સુવિધા આપનારી દેશની બીજી ટેલિકોમ કંપની બની ગઈ છે.

કયા ગ્રાહકોને મળશે રાહત?

આ નવા પ્લાન લોન્ચ થવાથી એવા મોબાઇલ યુઝર્સને મોટી રાહત મળશે, જેઓ ઇન્ટરનેટ વગરના ફોનનો ઉપયોગ કરે છે અને બિનજરૂરી રીતે મોંઘા ડેટા પેકવાળાં રિચાર્જ કરાવવાથી પરેશાન છે. ખાસ કરીને એવા વરિષ્ઠ નાગરિકો અને સામાન્ય યુઝર્સને ફાયદો થશે, જેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી અને માત્ર પરિવારજનો તથા મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે ફોનનો ઉપયોગ કરે છે.

Viના ચારેય પ્લાનની કિંમત કેટલી? જાણો વેલિડિટી અને ફાયદા

આ પ્લાનની કિંમત ₹179થી શરૂ થાય છે. સૌથી મોંઘો પ્લાન ₹206નો છે. ચાલો જાણીએ દરેક પ્લાનની વેલિડિટી અને તેમાં મળતા ફાયદા.

₹179નો પ્લાન: આ પ્લાન 25 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.

₹185નો પ્લાન: આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં અનલિમિટેડ કોલિંગની સાથે 300 SMS પણ મળે છે.

₹203નો પ્લાન: આ પ્લાનમાં 30 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. સાથે અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા મળે છે.

₹206નો પ્લાન: આ પ્લાનમાં એક મહિનાની વેલિડિટી મળે છે. ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને 300 SMSની સુવિધા આપવામાં આવે છે.

વોડાફોન આઇડિયાના આ બજેટ ફ્રેન્ડલી પ્લાન એવા ગ્રાહકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે, જેઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા નથી અને માત્ર ફોન કોલ દ્વારા પોતાના પરિવારજનો સાથે જોડાયેલા રહેવા માગે છે.

એરટેલે પણ લોન્ચ કર્યા છે 3 પ્લાન

ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એરટેલે પણ ત્રણ સસ્તા વોઇસ અને SMS-ઓન્લી પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનની કિંમત અનુક્રમે ₹185, ₹203 અને ₹206 રાખવામાં આવી છે.

આ ત્રણેય પ્લાનમાં ગ્રાહકોને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત દરેક પ્લાનમાં 300 ફ્રી SMS પણ આપવામાં આવે છે.

Share This Article