By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Monday, Oct 26, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • મનોરંજન
  • રાજનીતિ
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
KhabarpatriKhabarpatri
Font ResizerAa
Search
Follow US
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

SBIના સેલરી ખાતા ધારકો માટે મોટા સમાચાર, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમ

Rudra
Last updated: September 4, 2026 11:15 am
Rudra
બિઝનેસ
Share
3 Min Read

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં સેલરી એકાઉન્ટ ધરાવતા ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે. SBIના સેલરી પેકેજ એકાઉન્ટ ધારકો માટે ATM ટ્રાન્ઝેક્શનને લગતો મહત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. બેંક 1 ઓક્ટોબર 2026થી અન્ય બેંકોના ATM અને ઓટોમેટેડ ડિપોઝિટ એન્ડ વિથડ્રૉલ મશીન (ADWMs) પર SBI ડેબિટ કાર્ડથી કરવામાં આવતા ફ્રી મન્થલી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડવા જઈ રહી છે. એટલે કે જે ખાતાધારકો અન્ય બેંકના ATMમાંથી SBI ડેબિટ કાર્ડ દ્વારા વારંવાર પૈસા ઉપાડે છે, તેમણે હવે અગાઉની સરખામણીએ વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે.

હાલમાં સેલરી પેકેજ એકાઉન્ટ ધારકો દેશભરમાં અન્ય બેંકોના ATM/ADWMs પર દર મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. પરંતુ 1 ઓક્ટોબરથી આ મર્યાદા ઘટીને દર મહિને માત્ર 5 ટ્રાન્ઝેક્શન થઈ જશે. આ 5 ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં ફાઇનાન્શિયલ અને નોન-ફાઇનાન્શિયલ બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સામેલ હશે. એટલે કે રોકડ ઉપાડવાની સાથે બેલેન્સ ઇન્ક્વાયરી અને મિની સ્ટેટમેન્ટ જેવી નોન-ફાઇનાન્શિયલ ATM સેવાઓનો ઉપયોગ પણ આ મર્યાદામાં ગણાશે.

મર્યાદા પૂરી થયા બાદ કેટલો ચાર્જ લાગશે?

SBIએ ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડી છે, પરંતુ મર્યાદા કરતાં વધુ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જમાં કોઈ ફેરફાર કર્યો નથી.

અન્ય બેંકના ATMમાંથી ફ્રી મર્યાદા પૂરી થયા બાદ રોકડ ઉપાડવા પર GST સિવાય ₹23 પ્રતિ ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગુ રહેશે.

જ્યારે ફ્રી મર્યાદા પૂરી થયા બાદ કરવામાં આવતા નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે GST સિવાય ₹11 પ્રતિ ટ્રાન્ઝેક્શન ચૂકવવા પડશે.

એટલે કે 1 ઓક્ટોબરથી મુખ્ય ફેરફાર ટ્રાન્ઝેક્શન ચાર્જમાં નહીં, પરંતુ ચાર્જ વિના કરી શકાતા ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં થશે.

અન્ય ખાતાધારકો પર કોઈ અસર નહીં

SBIએ સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફાર માત્ર સેલરી પેકેજ એકાઉન્ટ્સ માટે લાગુ થશે. બેંકના જણાવ્યા અનુસાર અન્ય પ્રકારના ખાતાઓ માટે દર મહિને મળતા ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને સર્વિસ ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

SBIના ATM પર નિયમમાં ફેરફાર નહીં

SBI ડેબિટ કાર્ડ ધારકો જો SBIના પોતાના ATM અથવા ADWMનો ઉપયોગ કરે છે, તો તેમના માટે હાલની ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા અને સર્વિસ ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી, 1 ઓક્ટોબરથી થનારો ફેરફાર માત્ર સેલરી પેકેજ એકાઉન્ટ ધારકો દ્વારા અન્ય બેંકોના ATM/ADWMs પર કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન માટે જ લાગુ પડશે.

SBIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કાર્ડલેસ કેશ વિથડ્રૉલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. SBI ATM/ADWMs અથવા અન્ય બેંકોના ATM/ADWMs પરથી કાર્ડલેસ કેશ વિથડ્રૉલ ટ્રાન્ઝેક્શન આગળ પણ ફ્રી રહેશે, જ્યાં સુધી બેંક તરફથી કોઈ નવા નિર્દેશ જાહેર કરવામાં ન આવે.

 

TAGGED:ATM RulesBuisinessSalary AccountSBI
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link

Poppular News

અમદાવાદના ઓઢવમાં શ્રી કુમાવત સેવા ટ્રસ્ટ દ્વારા શરદપૂનમ ગરબા મહોત્સવ યોજાયો, સમાજમાં એકતા અને ભાઈચારાનો સંદેશ
Ahmedabad News ગુજરાત
આદિત્ય બિરલા સન લાઇફ ઇન્શ્યોરન્સ તેના રક્ષિત પોર્ટફોલિયો સાથે ગેરન્ટીડ સેવિંગ્સને વધુ મજબૂત બનાવે છે
ફાઇનાન્સ બિઝનેસ શેર માર્કેટ
ક્રિતી સેનન દ્રારા વાઇબ્રન્ટ સિરામીક્સ એકસ્પો ૨૦૧૭ ખાતે ટાઇલ્સ ના ૬ નવા સંગ્રહ ની રજૂઆત કરવામાં આવી
બૉલીવુડ મનોરંજન લાઈફ સ્ટાઇલ
ડૉક્ટરોની જાગૃતિ માટે હાકલ
બ્યુટી એન્ડ ફિટનેસ લાઈફ સ્ટાઇલ
જાણો ગુજરાતના વર્તમાન હવામાનને લઇને શુ કહ્યું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનિષ તિવારીએ…
રાજનીતિ
કોંગ્રેસે કર્યા પૂર્વ નાણાંમંત્રીથી લઇને કાર્યકર સુધીનાને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ
News ગુજરાત રાજનીતિ
જાતિ જાતિ વચ્ચે સંઘર્ષ વધારવા કોંગ્રેસે “કોંગ્રેસ વોટ બોર્ડ” ખોલ્યું છે. – સંબિત પાત્રા
ગુજરાત રાજનીતિ
પુરૂષો માટે વરદાન સાબિત થાય છે રોસ્ટેડ (શેકેલું) લસણ, જેના સેવનથી થાય છે આ ફાયદા..
ફૂડ એન્ડ ટિપ્સ

You Might Also Like

Newsબિઝનેસભારત

PAN Card Fraud: ક્યાંક તમારા પાન કાર્ડના નામે કોઈ બીજું તો નથી કરતુંને કરોડોનો વહીવટ, આ રીતે કરો ચેક

Rudra
Rudra
Newsબિઝનેસ

સોના-ચાંદીના ખરીદદારો માટે ખુશખબર! ધનતેસર પહેલા સસ્તુ થયું સોનું, દીવાળી સુધીમાં કિંમતમાં કેટલો થશે ઘટાડો?

Rudra
Rudra
Newsબિઝનેસ

Kavya Maran wedding: કેટલી છે કાવ્ય મારનની નેટવર્થ? કેટલો અમીર છે તેનો થનાર પતિ અનિરુદ્ધ રવિચંદર?

Rudra
Rudra
Newsબિઝનેસ

‘ભાઈ ચોલી રિટર્ન કરવાના છે’, ડાંડિયા ખતમ થતાં જ રિટર્ન પાર્સલનો ઢગલો થયો, ડિલવરી બોયઝે જણાવી હકીકત

Rudra
Rudra
Newsબિઝનેસભારત

ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટનો પ્રારંભ: પ્રણવ અદાણીના હસ્તે માટુંગામાં ભૂમિપૂજન, 10 ટાવરમાં બનશે 10,432 ઘર

Kamlesh
Kamlesh
Newsબિઝનેસ

ઓનલાઇન પેમેન્ટને લઈને મોટા સમાચાર, 1 જાન્યુઆરી 2027 સુધી સ્થગિત કરી શકાય છે UPI પર ચાર્જ

Rudra
Rudra
બિઝનેસરમત જગત

દિલ્હીથી લઈને લંડન સુધી આલિશાન પ્રોપર્ટી, એક મેચની ફીથી 1000 કરોડની સંપત્તિ સુધી, જાણો કેટલી છે કિંગ કોહલની નેટવર્થ

Rudra
Rudra
બિઝનેસ

રોયલ એનફિલ્ડની આ બાઈક ખરીદવા માટે તૂટી પડ્યાં લોકો, કંપનીને રોકવી પડી બુકિંગ, જાણો શું છે કારણ

Rudra
Rudra

About US

KhabarPatri is a trusted digital news platform dedicated to delivering positive, credible, and impactful journalism. We specialize in business, sports, health, education, startups, innovation, and inspiring success stories from Gujarat, India, and across the globe. Committed to accuracy, integrity, and timely reporting, KhabarPatri highlights stories that inform, inspire, and create a positive impact on society.
 

© 2026 KhabarPatri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.

More Links

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
  • ભારત
  • ગુજરાત
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
  • રમત જગત
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?