નવી દિલ્હી : સૂત્રો દ્વારા મળી રહેલા રિપોર્ટ અને અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCB એ આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહને રદ કરવાનો ર્નિણય લીધો છે. આ સાથે ટુર્નામેન્ટ પહેલા કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ અને સત્તાવાર ફોટોશૂટ પણ થશે નહીં. આનો અર્થ એ થયો કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો હવે અંત આવ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ફક્ત ૩ અઠવાડિયા બાકી છે અને આ સમયે તમામ ધ્યાન એ વાત પર છે કે શું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ લાહોર અને કરાચીના સ્ટેડિયમ સમયસર તૈયાર કરી શકશે કે નહીં. પાકિસ્તાની બોર્ડના આ સંઘર્ષ વચ્ચે, તેને એક મોટો ર્નિણય પણ લેવો પડ્યો છે.
આ સાથેજ અમુક પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીના ઉદ્ઘાટન સમારોહ સહિત તમામ ઇવેન્ટ્સ રદ કરવાનો ર્નિણય લીધો છે. આ પાછળનું કારણ બે ટીમો સમયસર પાકિસ્તાન પહોંચી શકી ન હતી તે હોવાનું કહેવાય છે. આ બે ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ છે, જે હાલમાં શ્રીલંકા અને ભારતમાં અલગ અલગ સિરીઝમાં વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે એક ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી ટીમના કેટલાક ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમ હાલમાં ભારતમાં ટી20 શ્રેણી રમી રહી છે, ત્યારબાદ તે વનડે શ્રેણી પણ રમશે.
પીસીબી સવાર ના માત્ર ઉદ્ઘાટન સમારોહ, પરંતુ દરેક ઇવેન્ટ પહેલાં બધી ટીમોના કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સ હોય છે, ત્યારબાદ ટુર્નામેન્ટની ટ્રોફી સાથે કેપ્ટનોનો ફોટોશૂટ હોય છે. પરંતુ હવે આ બંને ઘટનાઓ બનશે નહીં. આનાથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના પાકિસ્તાન પ્રવાસ અંગેની અટકળોનો અંત આવી ગયો છે. થોડા સમય પહેલા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય કેપ્ટન પ્રેસ કોન્ફરન્સ માટે પાકિસ્તાન જઈ શકે છે પરંતુ તેની પુષ્ટિ થઈ ન હતી. પરંતુ હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે, જેના કારણે આ શક્યતા પણ સમાપ્ત થઈ ગઈ છે. એટલે કે રોહિત શર્મા પણ આખી ટીમ સાથે સીધો દુબઈ જશે, જ્યાં ટીમ ઈન્ડિયા તેની મેચ રમશે.
પાકિસ્તાનમાં સ્ટેડિયમ હજુ સુધી તૈયાર ન થવાને કારણે પાકિસ્તાની બોર્ડ પહેલેથી જ શરમનો સામનો કરી રહ્યું છે. લાહોર અને કરાચીના બે મુખ્ય સ્થળોએ સ્ટેડિયમનું નવીનીકરણ કાર્ય હજુ પૂર્ણ થયું નથી, જોકે અગાઉની સમયમર્યાદા ચૂકી ગઈ છે અને વર્તમાન સમયમર્યાદા સમાપ્ત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, આ સ્ટેડિયમોમાં યોજાનારી મેચો દરમિયાન ખેલાડીઓની સુરક્ષા માટે ખતરો ઉભો થઈ શકે છે.