રણબીર-આલિયા બેસ્ટ એક્ટર્સ, ફિલ્મ ‘૧૨વી ફેલ’ અને ફિલ્મ ‘એનિમલ’એ મચાવી ધૂમ
ફિલ્મફેર એવોર્ડ્સની ૬૯મું એડિશન ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું
ફિલ્મફેર એવોર્ડ્સની ૬૯મું એડિશન રવિવારે ગુજરાતના ગાંધીનગરમાં યોજાયું હતું. જ્યારે કરણ જાેહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલે આ એવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો, ત્યારે બોલીવુડના તમામ મોટા સ્ટાર્સ પણ આ ઈવેન્ટમાં જાેવા મળ્યા હતા. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોના સન્માન માટે યોજાયેલા ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪માં વિક્રાંત મેસી સ્ટારર ’૧૨વી ફેલ’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મે ધૂમ મચાવી હતી. બંને ફિલ્મોએ ૫-૫ એવોર્ડ જીત્યા છે. બોલિવુડના પોપ્યુલર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ માટે આ એવોર્ડ સેરેમની ખાસ રહી હતી કારણ કે બંને એક્ટર્સે પોતપોતાની કેટેગરીમાં ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ એક્ટર્સ’નો એવોર્ડ જીત્યો હતો. વિક્રાંત મેસીના સરપ્રાઈઝ હિટ ૧૨વી ફેલએ એવોર્ડ જ્યુરીને ખૂબ જ ઈમ્પ્રેસ કર્યા. આ ફિલ્મ માટે વિક્રાંતને ‘બેસ્ટ એક્ટર’ માટે ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ જ મળ્યો હતો, ફિલ્મમેકર વિધુ વિનોદ ચોપરાને પણ ‘બેસ્ટ ડાયરેક્ટર’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
ફિલ્મફેર એવોર્ડ્સ ૨૦૨૪ ના વિનર્સનું આખી યાદી
બેસ્ટ ફિલ્મ – ૧૨વી ફેલ
બેસ્ટ ડાયરેક્ટર – વિધુ વિનોદ ચોપરા
બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) – જાેરમ
બેસ્ટ એક્ટપ ઈન લીડિંગ રોલ (મેલ) – રણબીર કપૂર (એનિમલ)
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) – વિક્રાંત મૈસી (૧૨વી ફેલ)
બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ (ફીમેલ) – આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) – રાની મુખર્જી (મિસેજ ચૈટર્જી વર્સેઝ નોર્વે) અને શેફાલી શાહ (થ્રી ઓફ અસ)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ) – વિકી કૌશલ (ડંકી)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફીમેલ) – શબાના આઝમી (રૌકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ લિરિક્સ – અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે – જરા હટકે જરા બચકે)
બેસ્ટ મ્યુઝિક આલ્બમ – એનિમલ
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) – ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી – એનિમલ)
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) – શિલ્પા રાવ (બેશરમ રંગ – પઠાણ)
બેસ્ટ સ્ટોરી- અમિત રાય (OMG-2), દેવાશીષ મખીજા (જાેરમ)
બેસ્ટ સ્ક્રીનપ્લે – વિધુ વિનોદ ચોપરા (૧૨વી ફેલ)
બેસ્ટ ડાયલોગ- ઈશિતા મોઈત્રા (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર- હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ)
બેસ્ટ સિનેમેટોગ્રાફી- અવિનાશ અરુણ ધવારે (થ્રી ઓફ અસ)
બેસ્ટ એડિટિંગ- જસકુંવર સિંહ કોહલી- વિધુ વિનોદ ચોપરા (૧૨વી ફેલ)
બેસ્ટ એક્શન- જવાન
બેસ્ટ VFX- રેડ ચિલીઝ VFX (જવાન)
બેસ્ટ કોરિયોગ્રાફી- ગણેશ આચાર્ય (વ્હાટ ઝુમકા- રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર- તરુણ ડુડેજા (ધક ધક)
બેસ્ટ ડેબ્યૂ (મેલ) – આદિત્ય રાવલ (ફરાઝ)
બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) – અલીજેહ અગ્નિહોત્રી (Vhuo)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- સુબ્રતા ચક્રવર્તી, અમિત રે (સૈમ બહાદુર)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન- સચિન લવલેકર, દિવ્યા ગંભીર, નિધિ ગંભીર (સૈમ બહાદુર)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન- કુણાલ શર્મા (MPSE) (સૈમ બહાદુર), સિંક સિનેમા (એનિમલ)
લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ- ડેવિડ ધવન
આર.ડી બર્મન એવોર્ડ ફોર અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ – શ્રેયસ પુરાણિક – (સતરંગા-એનિમલ)