By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Saturday, Jul 12, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ગુજરાતભારત

હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું

News KhabarPatri
Last updated: July 12, 2022 3:08 PM
By News KhabarPatri 3 Min Read
Share
kp.comhackingapp e1527578834291
SHARE

હેકર્સ દ્વારા ગુજરાત પોલીસને પડકાર ફેંકતા ગુજરાત પોલીસનું ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના ટિ્‌વટર એકાઉન્ટ પર ગુજરાત પોલીસના સ્થાને એલન મસ્કનું નામ લખી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રોફાઈલ પિક્ચર્સમાં પણ ઈલોન મસ્કના સ્પેસ એક્સ રોકેટનો ફોટો લગાવી દેવામાં આવ્યો હતો. જો કે, આ મામલે તરત જ સાયબર પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એકાઉન્ટ હેક થવાની પુષ્ટિ કરી હતી અને ગુજરાત પોલીસના એકાઉન્ટ પરથી કોઈ માહિતી કે મેસેજ પર પ્રતિક્રિયા ન આપવા વિનંતી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરીને ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક થયું હોવાની પુષ્ટિ કરી હતી.

હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરતાં લખ્યું હતું કે, આ તમામ લોકોને જાણ કરવા માટે છે કે, ગુજરાત પોલીસનું ઓફિશિયલ હેન્ડલ (ટિ્‌વટર) હેક થઈ ગયું છે. આગામી નોટિસ સુધી હેન્ડલ પરથી શેર કરવામાં આવતી માહિતી અને મેસેજો ઉપર કોઈ પ્રતિક્રિયા ન આપવા માટે વિનંતી. હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક કરીને પ્રોફાઈલમાં પણ થોડા ઘણાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રોફાઈલમાં ગુજરાત પોલીસના સ્થાને હેકર્સ દ્વારા ઈલોન મસ્કનું નામ લખવામાં આવ્યું હતું.

આ ઉપરાંત હેકર્સ દ્વારા પ્રોફાઈલ પિક્ચર પણ બદલવામાં આવ્યો હતો. જેમાં પ્રોફાઈલ પિક્ચર્સમાં હેકર્સ દ્વારા ઈલોન મસ્કના સ્પેસ એક્સ રોકેટનો ફોટો મુક્યો હતો. એટલું જ નહીં, હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક કરીને અમુક ટ્‌વીટ્‌સ પણ કરવામાં આવી હતી. હેકર્સ દ્વારા ક્રિપ્ટોકરન્સીને લઈને આ ટ્‌વીટ્‌સ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસનું ઓફિશિયલ ટ્ટિટર હેન્ડલ એકાઉન્ટ હેક થતાં જ તેના સ્ક્રીનશોટ ટિ્‌વટર પર શેર થવા લાગ્યા હતા અને લોકોએ ધડાધડ ટ્‌વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. જો કે, હેક થયાના ગણતરીના સમયમાં જ ફરીથી એકાઉન્ટ પર ગુજરાત પોલીસનું નામ અને ગુજરાત પોલીસનો ફોટો દેખાઈ આવ્યો હતો. જેને કારણે કદાચ પોલીસ દ્વારા ફરીથી પોતાનું એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાત પોલીસનું એકાઉન્ટ હેક થતાં સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ એક્ટિવ થઈ ગઈ હતી અને તેઓએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગત રોજ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, નૂપુર શર્માના વિવાદ બાદ મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સ દ્વારા ભારત સામે સાયબર જંગ શરૂ કરી દેવામાં આવી છે અને ભારતની ૨૦૦૦થી વધારે વેબસાઈટ હેક કરી દેવામાં આવી છે. તેના એક દિવસ બાદ જ હેકર્સ દ્વારા ગુજરાત પોલીસનું ટ્ટિવટર એકાઉન્ટ હેક કરી દેવામાં આવતાં હેકર્સ દ્વારા ગુજરાત પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે.

TAGGED:Account HackGujarat PoliceHackersએકાઉન્ટ હેકગુજરાત પોલીસહેકર્સ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article 12 th exam ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા રદ કરાઈ
Next Article BHARTI SINGH GOLA ભારતી સિંહ અને હર્ષનો દીકરો લક્ષ ખૂબ જ ક્યૂટ છે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

July 10, 2025

અદાણી જૂથ પર રોકાણકારોનો વિશ્વાસ છલકાયો, બોન્ડ છલોછલ ઉભરાયો

File 01 Page 19 1
Adani Group
calorx

કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા IBDP 2025 પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Rudraksh 1

અમદાવાદમાં Acer બ્રાન્ડેડ ઇ-સાયકલ્સ અને ઇ-સ્કૂટર્સ માટે નવું રિટેલ આઉટ લેટ લોન્ચ કર્યું

KP real estate

અમદાવાદીઓ ઘર લેતા પેહલા એકવાર “ગૃહપ્રવેશ – રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો”’ ની મુલાકાત લેવાનું ના ચૂકતા .–અમદાવાદના લોકોને મળશે 50થી વધુ પ્રોપર્ટીઝના વિકલ્પ

Rain

ગુજરાતમાં માથે મોટી ઘાત, 3 સિસ્ટમ સક્રિય, હવામાન વિભાગે એનેક જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું

Sarzameen

સરઝમીનનું ટ્રેલર રિલીઝ : દેશ ભક્તિ માટે લડતો જોવા મળ્યો પૃથ્વીરાજ સુકુમારન, અબ્રાહિમ અલી ખાનનો ખતરનાક અંદાજ

Ambaji

નવરંગપુરા ગામ સ્થિત અંબાજી માતાના મંદિરમાં ગૌરીવ્રત કરતી છોકરીઓનું મહિલા મોરચાની બહેનો દ્વારા પૂજન કરાયું

Gram pnchayat

ગુજરાતના આ ગામમાં 20 વર્ષથી એક જ મહિલા સરપંચ, નથી યોજાતી ચૂંટણી, ગ્રામ પંચાયતમાં તમામ મહિલા સભ્યો

You Might Also Like

Sandeep
અમદાવાદ

સેવ અર્થ મિશનના અધ્યક્ષ સંદીપ ચૌધરીએ એર ઇન્ડિયા AI 171 વિમાન દુર્ઘટનાનું ડિકોડિંગ કર્યું

3 Min Read
adani
Newsગુજરાતબિઝનેસભારતવડોદરા

અદાણી પાવરે 600 મેગાવોટ ક્ષમતાના વિદર્ભ પાવરનું સંપાદન આખરી કર્યું

2 Min Read
forest
ગુજરાત

‘વનરાજીમાં પણ ગુજરાત રાજી’ : વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં ગુજરાતનો દેશ આખામાં ડંકો

3 Min Read
Ivana
અમદાવાદ

ભારતની જાણીતી જ્વેલરી બ્રાન્ડ ઈવાના જ્વેલ્સએ અમદાવાદમાં પોતાનો શોરૂમ લોન્ચ કર્યો

2 Min Read
Gir Ganga
ભારત

ગીરગંગા પરીવાર ટ્રસ્ટના 1,11,111 જળ સંચયના કાર્યના સંકલ્પને મળશે બળ, 12 ટાટા હિટાચીનું લોકાર્પણ કરાયું

4 Min Read
amit shah
ગુજરાત

કેન્દ્રીય ગૃહ અમિત શાહે આણંદમાં સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત સમારોહને સંબોધિત કર્યો

7 Min Read
IMG 20250707 WA0058
ગુજરાતબિઝનેસવડોદરાસ્થાનિક સમાચાર

ચાર્જઝોન મિયાવાકી ફોરેસ્ટ બનાવવા માટે ચલાવી રહી છે વૃક્ષારોપણ ઝુંબેશ

2 Min Read
Billion Lives Foundation 5
ગુજરાતભણતર નું ચણતરવડોદરાસ્થાનિક સમાચાર

બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ૪૦૦૦ નોટબુકનું વિતરણ : ૬ શાળાના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય

1 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?