ઈલેક્ટ્રિકલ અને ટેલિકમ્યુનિકેશન કેબલ્સની ભારતની અગ્રણી ઉત્પાદક ફિનોલેક્સ કેબલ્સ લિમિટેડે નવી 360 ડિગ્રી કેમ્પેઈન નો સ્ટ્રેસ. ફિનોલેક્સના લોન્ચ સાથે બ્રાન્ડમાં નવી તાજગી લાવવાની ઘોષણા સાથે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલીવૂડના સુપરસ્ટાર કાર્તિક આર્યન અને બોલીવૂડ સેન્સેશન કિયારા અડવાણીને રજૂ કરી છે. બ્રાન્ડ ભારતના યુવાનો સાથે સુમેળ સાધે તેની ખાતરી રાખવા માટે ફિનોલેક્સ કેબલ્સે ભાવિ પેઢીના હાર્ટથ્રોબ કાર્તિક આર્યન અને રાષ્ટ્રની નવી ડ્રીમ ગર્લ કિયારા અડવાણીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોક્યાં છે. નવી કેમ્પેઈનમાં સીલિંગ ફેન્સ, એલઈડી લાઈટ્સ સાથે ઈલેક્ટ્રિક કેબલ્સ અને વાયર્સની વિવિધ પ્રોડક્ટ રેન્જ બે કલાકારોને ચમકાવતી 3 ટીવીસીમાં પ્રદર્શિત કરાશે.
વાયર ઉત્પાદક તરીકે મૂળમાં સ્થાપિત ફિનોલેક્સ કેબલ્સ 1958થી ભારતમાં ઘેર ઘેર ચર્ચિત નામ છે. તેના ગ્રાહકોને સંપૂર્ણ ઈલેક્ટ્રિકલ સમાધાન પૂરું પાડવની તેની એકધારી કટિબદ્ધતાના ભાગરૂપે કંપનીએ ઈલેક્ટ્રિક વોટર હીટર્સ, ફેન્સ, એલઈડી લાઈટ્સ, સ્વિચીસ, સ્વિચગિયરહ વગેરે જેવી પ્રોડક્ટોના વ્યાપક આયામનો સમાવેશ કરવા માટે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. કંપનીએ દરેક પ્રોડક્ટમાં ગુણવત્તાનાં ઉચ્ચ ધોરણો જાળવી રાખ્યાં છે અને દેશમાં સૌથી ગ્રાહકલક્ષી સંસ્થા બનવાનું લક્ષ્ય છે. આ ફિલોસોફી સાથે ફિનોલેક્સ કેબલ્સના નવા પોઝિશનિંગનુંલક્ષ્ય તેના ગ્રાહકોની ‘XceedsXpectations’ કરવાનું છે, અર્થાત અપેક્ષાઓને પાર કરવાનું છે.
બ્રાન્ડમાં નવી તાજગી લાવનવા વિશે બોલતાં ફિનોલેક્સ કેબલ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન દીપક છાબરિયાએ જણાવ્યું હતું કે, “સમકાલીન મૂલ્યો અને સમકાલીન ધ્યેયના સંચ દ્વારા પ્રેરિત ફિનોલેક્સ કેબલ્સે હંમેશાં તેના ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટો પૂરી પાડી છે, જે અમે અમારા નવા બ્રાન્ડ મંત્ર ‘XceedsXpectations’ સાથે સાથે ચાલુ રાખીશું. એફએમઈજી સેગમેન્ટમાં અમારી વૃદ્ધિ ગ્રાહકોની ઈચ્છનીય જરૂરતોને બેજોડ રીતે અમે સમજીએ તેનો દાખલો છે. વૈવિધ્યપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયો રેન્જ અને મજબૂત વિતરણ નેટવર્ક સાથે અમે અમારી કેબલો અને વાયરોનો વારસો વધુ આગળ લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે અને દેશમાં સર્વ એફએમઈજી પ્રોડક્ટો માટે નંબર એક સ્થળ બનવા માગીએ છીએ.”
કેમ્પેઈનની ઘોષણા કરતાં સેલ્સ અને માર્કેટિંગના પ્રેસિડેન્ટ અમિત માથુરે જણાવ્યું હતું કે, “નવા યુગના ગ્રાહકોમાં સુરક્ષા, સ્માર્ટ અને તાણમુક્ત ઘર સમાધાન વિશે જાગૃતિ વધી રહી છે. અમારા ગ્રાહકોનું જીવન તાણમુક્ત બનાવવામાં અમારી સમર્પિતતા અને લગનીથી અમારી પ્રોડક્ટોનું ડિઝાઈનિંગ આર્થિક રીતે સુચારુ અને નિર્ભરક્ષમ બન્યું છે. નવી કેમ્પેઈન આ હેતુ અને ગ્રાહકોને વિશ્વસનીય અને નાવીન્યપૂર્ણ ઈલેક્ટ્રિકલ સમાધાન આપીને ગ્રાહકોની અપેક્ષાઓની પાર જવાના અમારા વચન પર ભાર આપે છે. અમને કાર્તિક આર્યન અને કિયારા અડવાણીને જોડવાની ખુશી છે. બંને ફિલ્મોદ્યોગના સૌથી આશાસ્પદ અને પ્રતિભાશાળી યુવા કલાકારો હોઈ બ્રાન્ડનો ચહેરો બન્યાં છે અને બ્રાન્ડનું ગ્રાહકો સાથે જોડાણ વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.”
નવા બ્રાન્ડ એમ્બેસેડરો કંપનીની ખૂબીનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગુણવત્તા, નવીનતા અને અખંડતાની ફિનોલેક્સની ફિલોસોફીમાં ઊંડાણથી સમાયેલું છે. યુવા પ્રતિક તરીકે કિયાર અડવાણી અને કાર્તિક આર્યન જોશ અને ઊર્જા લાવે છે, જે નવી પેઢીના ગ્રાહકો સાથે ફિનોલેક્સને જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ફિનોલેક્સ કેબલ્સ સાથે જોડાણ વિશે બોલતાં કાર્તિક આર્યન કહે છે, “મને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટો, ડાઈવર્સિફાઈડ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને મજબૂત બજાર હાજરી ધરાવતી બ્રાન્ડ ફિનોલેક્સ કેબલ્સ સાથે જોડાણ કરવાની ખુશી છે. નવી કેમ્પેઈન રિલેટેબલ અને રિફ્રેશિંગ હોઈ મારા વ્યક્તિત્વ સાથે સુમેળ સાધે છે અને આજના યુવાનોની વિચારધારા સાથે બંધબેસે છે.”
બ્રાન્ડનો ચહેરો બનવા વિશે કિયારા અડવાણી કહે છે, “આવો હકારાત્મક અને ઊંડાણથી મૂળ ધરાવતા ભારતીય વારસા સાથેની બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવાની ખુશી છે. એકધારી નવીનતા અને નવી ડિઝાઈનો છતાં ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ કરાતી નથી અને મને આવી સાતત્યતાનું પ્રતિનિધિત્વ કરવા તેનો હિસ્સો બનવાની ખુશી છે.”
કેમ્પેઈન ફિલ્મ્સ માટે લિંક: Finolex Fans – Kartik and Kiara – YouTube
‘નો સ્ટ્રે. ફિનોલેક્સ’ કેમ્પેઈન મેના બીજા સપ્તાહમાં રજૂ કરાશે અને બ્રાન્ડ્સની ડિજિટલ ચેનલો સહિત પારંપરિક અને નવા યુગનાં માધ્યમો થકી દર્શકો સુધી પહોંચશે. 360 ડિગ્રી કેમ્પેઈનમાં બ્રાન્ડ્સના પોઝિશનિંગ અને પ્રોડક્ટ પોર્ટફોલિયોનાં ઘણાં બધાં પાસાં દર્શાવવામાં આવશે અને ટેલિવિઝન, રેડિયો, ડિજિટલ, બીટીએલ અને ઓઓએચ મંચો પર તે જારી કરાશે.