અમદાવાદઃ વિશ્વભરમાં લોકપ્રિય ભારતીય બજાજ ઓટોએ આજે તેના એકદમ નવા ચેતકને ઈલેક્ટ્રીક અવતારમાં અમદાવાદમાં રજૂ કર્યુ છે. ચેતક એક દંતકથારૂપ છે કે જે માનવીય મહત્વાકાંક્ષાને સશક્ત કરે છે અને વ્યક્તિના સ્વાતંત્ર્યના પ્રતીક સમાન છે. નવું ચેતક ઈલેક્ટ્રીક વાહનનો સ્વીકાર વધારવા આવ્યું છે અને તે ભારત અને સમગ્ર વિશ્વમાં વધુ ઉત્તમ ‘હમારા કલ’ માટે યોગદાન આપશે.
ચેતકને 16 ઓક્ટોબર, 2019ના રોજ નવી દિલ્હીમાં ખુલ્લું મૂકાયું હતું. ત્યારે ચેતક ઈલેક્ટ્રીક યાત્રાને નવી દિલ્હીમાં શ્રી ગડકરી દ્વારા લીલીઝંડી અપાઈ હતી. 20 ચેતક પરના સવારો ઉત્તરથી પશ્ચિમ ભારતમાં 3000 કિમી જેટલો પ્રવાસ કરશે અને આખરે પૂણે પહોંચશે. આ યાત્રામાં દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ચિત્તોડગઢમાં ચેતક સ્મારક સુધીનો પ્રવાસ 29 ઓક્ટોબર, 2019ના રોજ તે અમદાવાદ પહોંચે એ પહેલા થઈ ચૂક્યો છે.
Bajaj Auto, The World’s Favourite Indian, today presented the all new Chetak in an Electric Avatar, in Ahmedabad
‘ચેતક ઈલેક્ટ્રીક યાત્રા’ના ત્રીજા તબક્કાને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-બજાજ ઓટો રાકેશ શર્માએ લીલીઝંડી આપી હતી. અમદાવાદ પછી આ યાત્રા અન્ય મોટા શહેરોમાં તેમજ ગોવા પણ જશે અને ત્યારપછી આખરે પૂણે પહોંચશે.
આ પાયોનિયરીંગ પ્રોડક્ટ રિવેટિંગ ડિઝાઈન, ચોક્સાઈપૂર્વકનું ઈજનેરી કૌશલ્ય અને અવિરત ઉત્પાદનનો જાદુ છે જેનાથી તે ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં વૈશ્વિક બેન્ચમાર્ક બની રહે છે. નવું ચેતક તેના લોન્ચથી પણ ઘણુ બધું વધારે મહત્વ ધરાવે છે, જે આ સાથે તેના ભવ્ય ભૂતકાળને એક શ્રદ્ધાંજલિ આપે છે અને પ્રોમિસિંગ ફ્યુચરના અગ્રદૂત તરીકે પણ રહેશે.
વધુ માહિતી માટે વિઝીટ કરો : www.chetak.com
આઇકોનિક બ્રાન્ડ
ઓરિજિનલ ચેતક એક સ્કૂટર કરતાં વિશેષ હતું. તે વ્યક્તિગત પરિવહન અને ભારતીયોની પેઢીઓની અપેક્ષાઓ પરિપૂર્ણ કરનારું હતું. તેના ટોચના સમયે ચેતકે અભૂતપૂર્વ લોકપ્રિયતા મેળવી હતી અને 10 વર્ષ સુધીનો વેઈટીંગ પીરીયડ તેના માટે રહેતો હતો એટલું જ નહીં તેની રિસેલ વેલ્યુ તેની ખરીદ કિંમત કરતાં વધુ રહેતી હતી. એ વાતમાં કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ કે ભારતમાં 1.3 કરોડથી વધુ ચેતક વેચાયા હતા. તેની આ અતુલ્ય લોકપ્રિયતાથી જ ‘હમારા બજાજ’ની લાગણી ઉદભવી હતી.
ટાઈમલેસ ડિઝાઈન
તેની આઈકનીક ડિઝાઈન ચેતકને સુંદરતાને સમયથી પર એવી સુંદરતા બક્ષે છે. સરળ લાઈન્સ અને સ્મૂધ સરફેસ એવી રીતે મિશ્રિત છે કે ક્લાસિક સ્ટાઈલનું સર્જન થાય છે કે જે તેની વિશિષ્ટતા દર્શાવે છે.
નવા ચેતકમાં, આ ટાઈમલેસનેસ અનોખી ડિટેઈલીંગ સાથે અપડેટ થયેલ છે, જેમાં પ્રિમિયમ મટિરિયલ્સ અને ફિનિશિસનો ઉપયોગ થયો છે અને 6 આંખોને ગમે એવા રંગોની પસંદગી કરી શકાય છે જે અપેક્ષિત વિઝ્યુઅલ ડિલાઈટ અને ટચ અને ફિલ ક્વોલિટી પ્રાપ્ત કરવા માટે જાણીતું છે.
ઉત્કૃષ્ટ ફિચર્સ
નવા ચેતકમાં હિપ્ટોનીક હોર્સશૂ આકારની એલઈડી હેડલાઈટ ડીઆરએલ સાથે છે, ફિધરટચ એક્ટિવેટેડ ઈલેક્ટ્રોનીક સ્વીચીસ અને સિક્વેન્શિયલ સ્ક્રોલિંગ એલઈડી બ્લીન્કર્સ તેમાં સામેલ છે. વિશાળ ડિજિટલ કોન્સોલમાં વાહનની માહિતી ક્રિસ્પ ક્લેરિટી સાથે જોવા મળે છે. વધુમાં, ફાઈન ક્રાફ્ટ્સમેનશીપ નાનામાં નાની ડિટેઈલ્સ દર્શાવે છે જેમકે હેન્ડરબાર ગ્રિપ્સ, લિવર અને મિરરથી લઈને સોફ્ટલી ખુલતા ગ્લવબોક્સ અને ડેમ્પ્ડ સીટ ક્લોઝર મીકેનીઝમમાં જોવા મળે છે.
અનોખી ટેકનોલોજી
નવા ચેતકના હૃદયમાં આઈપી67 રેટેડ હાઈટેક લિથિયમ આયોન બેટરી એનસીએ સેલ્સ સાથે છે. આ બેટરી સરળતાથી ઘરના સ્ટાન્ડર્ડ 5-15 એમ્પ. ઈલેક્ટ્રીક આઉટલેટથી ચાર્જ થઈ શકે છે. ઓનબોર્ડ ઈન્ટેલિજન્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (આઈબીએમએસ) ચાર્જ અને ડિસ્ચાર્જને સરળતાથી કંટ્રોલ કરે છે. વધુમાં, સુંદર હોમ ચાર્જિંગ સ્ટેશન પણ સામાન્ય કિંમતમાં ઉપલબ્ધ છે.
ચેતક બે ડ્રાઈવ મોડ (ઈકો, સ્પોર્ટ) આપે છે અને રિવર્સ આસિસ્ટ મોડ તેમાં છે જે રાઈડરની તમામ માગને સંતોષે છે. રિજનરેટિવ બ્રેકિંગ વાયા ઈન્ટેલિજન્ટ બ્રેકિંગ સિસ્ટમ બ્રેકિંગ હીટને કાઈનેટિક ઊર્જામાં પરિવર્તિત કરીને તેની રેન્જ વધારે છે.
ચેતક ફુલી કનેક્ટેડ રાઈડીંગ અનુભવ આપે છે જે ડેટા કમ્યુનિકેશન, સિક્યુરિટી અને યુઝર ઓથેન્ટિકેશન જેવા મોબિલિટી સોલ્યુશન્સ સાથે મળે છે જેનાથી ગ્રાહકો સરળ ઓનરશીપ અને રાઈડીંગ અનુભવ મેળવી શકે છે. ચેતક મોબાઈલ એપ રાઈડરને તેના/તેણીના વાહન અને તેની રાઈડ હિસ્ટ્રીના તમામ પાસાનો વ્યાપક ઓવરવ્યૂ આપે છે.
મજબૂત નિર્માણ
કઠોર ફ્રેમ ક્લેડ શીટ મેટલ બોડી પેનલ્સ સાથે અને ટ્યુબ્યુલર સિંગલ સાઈડેડ સસ્પેન્શન વેસ્ટથી ચેતક બીનશરતી ક્ષમતા અને ટકાઉપણું ધરાવે છે, જેના માટે તે પ્રખ્યાત છે. પાવરટ્રેન એ રીતે અનોખી સિંગલ સાઈડેડ કાસ્ટ એલ્યુમિનિયમ સ્વિંગ આર્મ ધરાવે છે જેમાં ટ્રેક્શન મોટર્સ છે જે વ્હીલને હાઈ એફિશિયન્સીયુક્ત ઓટોમેટેડ ગીઅર બોક્સથી સંચાલિત કરે છે.
જાદુઈ અનુભવ
શાંત, ક્લીન, આરામદાયક અને સરળ સવારી, ભવ્ય છતાં સાદગીપૂર્ણ, મજબૂત છતાં રિફાઈન્ડ છે. ચેતક પર જેમ સવારી કરો તે એક અનોખો અનુભવ બની રહે છે. તેથી તે તેની સર્જનની પ્રક્રિયા પણ બની રહે છે. નવું ચેતક અનોખા ડસ્ટફ્રી, ટેમ્પરેચરને અંકુશમાં રાખતી સુવિધા ચકન ખાતે નિર્માણ પે છે જ્યાં ઉત્તમ મટિરિયલ્સ અને કટિંગ એજ રોબોટિક ટેકનોલોજી સાથે માપદંડોને અનુસરવામાં આવે છે. 80 ટકા મહિલાઓના વર્કફોર્સ સાથે આ પ્રોડક્શન લાઈન ખરેખર ભવિષ્યની બની રહી છે!
વૈશ્વિક બજારો
વિશ્વમાં ફેવરિટ ઈન્ડિયન બજાજ તેના બીનસમાધાનકારી પ્રયાસમાં વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ બનાવે છે જે ભારતીય ઓટોમોટિવ એન્જિનિયરીંગના ગ્લોબલ એમ્બેસેડર્સ તરીકે બની રહે છે. નવું ચેતક 2020 સુધીમાં ભારતના સીમાડાઓને પણ ઓળંગી જશે અને યુરોપમાં સંબંધિત બજારો સુધી પહોંચશે. તે મૂલ્યવાન ફોરેન એક્સેચેન્જ પ્રાપ્ત કરવા માટે એક ઉચ્ચ ઉદ્દેશથી મૂલ્યવાન પ્રતિસ્પર્ધા આંતરરાષ્ટ્રીય એરિનામાં કરવા પેદા થયું છે અને સાથે અમારા કૌશલ્યને માટે એક સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના ઉચ્ચ ઉદ્દેશ માટે તેનું નિર્માણ પામ્યું છે.