Ahmedabad : ઘાટલોડિયા સ્થિત Kalorex ફ્યુચર સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને વ્યવસાય અને ઉદ્યોગસાહસિકતાની સમજ આપવા માટે ‘હોમપ્રેન્યોર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા અને વાલીઓ વચ્ચે સહયોગ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વાલીઓએ વિવિધ ઉત્પાદનોના સ્ટોલ લગાવ્યા હતા.
કાર્યક્રમમાં સ્ટેશનરી, ક્રોશેની હાથબનાવટની વસ્તુઓ, આર્ટિફિશિયલ જ્વેલરી, ફેશન એસેસરીઝ અને કોસ્મેટિક્સ સહિતના વિવિધ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓએ ગ્રાહક તરીકે સ્ટોલની મુલાકાત લઈ ખરીદીનો અનુભવ મેળવ્યો હતો.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પૈસાનું મહત્વ, ગ્રાહકો સાથે વાતચીત, યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને સમજીવિચારીને ખરીદી કરવાની સમજ મળી હતી. બીજી તરફ, વાલીઓને પોતાની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા રજૂ કરવાની તક મળી હતી.
‘હોમપ્રેન્યોર’ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડની બહાર વ્યવહારુ શિક્ષણ મેળવવાનો એક અનોખો અનુભવ બન્યો હતો. વાલીઓની સક્રિય ભાગીદારીથી શાળા અને વાલીઓ વચ્ચેનો સહયોગ પણ વધુ મજબૂત બન્યો હતો.
