‘ભારત પર્વ 2026’માં ભારતીય લોકકળાના મુખવટાઓ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

Kamlesh
1 Min Read

‘અતુલ્ય ભારત’ અંતર્ગત યોજાયેલા વિશેષ પ્રદર્શનમાં વિવિધ રાજ્યોની પરંપરાગત લોકકળા અને મુખવટા સંસ્કૃતિની ઝલક જોવા મળી

‘ભારત પર્વ 2026’ અંતર્ગત ‘અતુલ્ય ભારત’ દ્વારા યોજાયેલા વિશેષ પ્રદર્શનમાં ભારતીય લોકકળાના વિવિધ રંગો જોવા મળ્યા હતા. ‘ભારતના મુખવટા’ શીર્ષક હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં વિવિધ રાજ્યોના આકર્ષક અને પરંપરાગત મુખવટાઓ મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

પ્રદર્શનમાં લાલ, લીલા, સોનેરી અને કાળા રંગોના વિવિધ આકારના મુખવટાઓ રજૂ કરવામાં આવ્યા હતા. લાકડું, માટી, ધાતુ અને કાગળના માવામાંથી તૈયાર કરાયેલા આ મુખવટાઓ ભારતીય હસ્તકળા અને લોકસંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરે છે.

પ્રાગૈતિહાસિક કાળથી લઈને ડિજિટલ યુગ સુધીની ભારતીય મુખવટા પરંપરાની સફર આ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. ભારતીય લોકસંસ્કૃતિમાં મુખવટાનું વિશેષ મહત્વ છે, જે પૌરાણિક કથાઓ, ધાર્મિક અનુષ્ઠાનો અને પ્રતીકાત્મક પરંપરાઓ સાથે જોડાયેલું છે.

આ પ્રદર્શન દ્વારા ભારતીય લોકકળા, સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હસ્તકળાની અનોખી ઓળખ મુલાકાતીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

Share This Article