સા રે ગા મા પા 2026ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં કુમાર સાનુની અનોખી ભેટથી સહજદીપ થયો ભાવુક
તહેવારોની ખુશીઓ વચ્ચે ઝી ટીવીના લોકપ્રિય સંગીત રિયાલિટી શો ‘સા રે ગા મા પા 2026’માં એક હૃદયસ્પર્શી ક્ષણ જોવા મળી. ધનતેરસના ખાસ પ્રસંગે જાણીતા ગાયક અને શોના જજ કુમાર સાનુએ સ્પર્ધક સહજદીપને પોતાની લક્ઝરી સોનેરી ઘડિયાળ ભેટમાં આપી હતી.
સહજદીપની શાનદાર ગાયકીથી પ્રભાવિત થઈને કુમાર સાનુ સ્ટેજ પર આવ્યા અને તેના પર્ફોર્મન્સના વખાણ કર્યા. ત્યારબાદ તેમણે પોતાની ઘડિયાળ ઉતારીને સહજદીપને ભેટ આપી હતી. કુમાર સાનુએ જણાવ્યું કે આ ભેટ સહજદીપના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ અને ધનતેરસની ઉજવણીના ભાગરૂપે છે.
કુમાર સાનુની આ અણધારી ભેટથી સહજદીપ માટે ધનતેરસનો તહેવાર વધુ યાદગાર બની ગયો. શોના જજ અને સ્પર્ધકો વચ્ચે જોવા મળેલી આ લાગણીસભર ક્ષણે ખુશીઓ વહેંચવાનો સુંદર સંદેશ આપ્યો હતો.
સા રે ગા મા પા 2026ના દિવાળી સ્પેશિયલ એપિસોડમાં સંગીત, મનોરંજન અને આવી જ ખાસ ક્ષણો જોવા મળશે.
‘સા રે ગા મા પા 2026’ દર શનિવાર અને રવિવારે રાત્રે 9:30 વાગ્યે ઝી ટીવી અને ZEE5 પર પ્રસારિત થાય છે.

