લોસએન્જલસ : હોલિવુડની લોકપ્રિય સ્ટાર ઇમ્મા સ્ટોન હાલમાં સૌથી વધારે માંગ ધરાવતી અભિનેત્રી તરીકે ઉભરી આવી છે. જો કે તેનુ કહેવુ છે કે તેના કોઇ પણ આઇડિયાને ગંભીરતાથી લેવામાં આવતા નથી. ૩૦ વર્ષીય આ સ્ટાર સૌથી મોટી અભિનેત્રીઓમાં સ્થાન મેળવી ચુકી છે. મનોરજનના ક્ષેત્રમાં તે કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ઇમ્મા સ્ટોને કહ્યુ છે કે કેટલાક એવા દાખલા બની ચુક્યા છે જેમાં તેના વિચારોને પ્રાથમિકતા આપવામાં આવી નથી. ઇમ્મા સ્ટોન અમેરિકન અભિનેત્રી છે અને એરિઝોનામાં ઉછરેલી છે. શરૂઆતી કેરિયરમાં કેટલીક ટીવી સિરિયલમાં નાની નાની ભૂમિકા કર્યા બાદ તે ધીમે ધીમે જાણીતી બની હતી. વર્ષ ૨૦૦૭માં આવેલી સુપરબેડ નામની ફિલ્મમાં તે યંગ હોલિવુડ એવોર્ડ જીતી ગઇ હતી.
ત્યારબાદ તો તેની લોકપ્રિયતા સતત વધતી ગઇ હતી. વર્ષ ૨૦૧૦માં ટીન કોમેડી ફિલ્મ ઇઝી એ સ્ટોનની પ્રથમ સારી ફિલ્મ હતી. તેની બાફ્ટા એવોર્ડ માટે નોમિનેશન પણ કરવામાં આવી હતી. ક્રેઝી, સ્ટુપિડ અને વન નામની તેની ફિલ્મો જોરદાર રીતે હિટ સાબિત થઇ હતી. વર્ષ ૨૦૧૬માં મ્યુઝિકલ લા લા લેન્ડ માટે તેની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૫માં તે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓની યાદીમાં સામેલ રહી હતી. સ્તન કેન્સરને લઇને લોકોમાં જાગૃતિ જગાવવા સાથે સંબંધિત અભિયાનમાં પણ તે સક્રિય રીતે સામેલ રહી છે. જે ભારે ચર્ચા જગાવે છે. સ્ટોન હાલમાં પોતાની પાસે રહેલી ફિલ્મો પૈકી સૌથી પહેલા કઇ ફિલ્મને પૂર્ણ કરનાર છે તે અંગે વાત કરવા માટે તૈયાર નથી. જો કે તેના ચાહકો તેની કોઇ પણ ફિલ્મને લઇને હમેંશા ઉત્સાહિત રહે છે. યુવા પેઢીમાં પણ તે લોકપ્રિય સ્ટાર છે.