નવીદિલ્હી : નરેન્દ્ર મોદીએ આજે સાંજે ભારતના વડાપ્રધાન તરીકે સતત બીજી વખત શપથ લીધા હતા. આની સાથે જ મોદીએ એક નવો રેકોર્ડ સર્જ્યો હતો. શપથવિધિની સાથે સાથે નીચે મુજબ છે.
- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી ગેરહાજર રહ્યા
- મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં શપથ લીધા ત્યારે રોમાંચક વાતાવરણ સર્જાયું
- મોદી બાદ રાજનાથસિંહે શપથ લીધા
- ત્રીજા નંબર ઉપર અમિત શાહે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા
- મોદીની સાથે ૨૪ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા
- એનડીએના સાથી પક્ષ રામવિલાસ પાસવાને પણ શપથ લીધા
- પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરે કેબિનેટ મંત્રી તરીકે શપથ લઇને તમામને ચોંકાવ્યા
- મુસ્લિમ ચહેરા તરીકે નકવીને પણ કેબિનેટમાં જગ્યા મળી
- નીતિન ગડકરીએ પણ મંત્રી તરીકે શપથ લીધા
- છ વખત લોકસભાના સભ્ય રહી ચુકેલા સંતોષ ગંગવારે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા
- બોલીવુડમાંથી શાહિદ કપૂર, કંગના રાણાવત, અનિલ અંબાણી, મુલાયમસિંહ યાદવ પણ ઉપસ્થિત
- મોદી સરકારમાં સામેલ થવાનો નીતિશકુમારે ઇન્કાર કર્યો
- મોદીએ હિન્દી ભાષામાં જ શપથ લીધા, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા
- આમંત્રિત તમામ મહેમાનો છ વાગ્યાની આસપાસ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી ગયા
- નરેન્દ્ર મોદીના માતા હિરા બા ટીવી ઉપર શપથવિધિ નિહાળવામાં વ્યસ્ત રહ્યા હતા
- સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ઉપસ્થિત રહ્યા
- લાલકૃષ્ણ આડવાણી પોતાના પરિવાર સાથે શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા
- સંઘ નેતા રામ માધવ, મુરલી મનોહર જાશી, ઉદ્ધવ ઠાકરે શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા
- રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પોતાના પÂત્ન નિતા અંબાણી સાથે પહોંચ્યા
- પ્રજાસત્તાક દિવસ કરતા વધારે મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી
- સાવચેતીરુપે નવી દિલ્હીમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી,
- બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર ઉપસ્થિત રહ્યા
- શપથવિધીને લઇને મજબુત સુરક્ષા, ગુજરાત ભવનની બહાર બીએસએફ જવાનો તૈનાત રહ્યા
- હાઇ પ્રોફાઇલ શપથવિધીને લઇને પોલીસ સાવધાન રહી
- મોદી એવા પ્રથમ વડાપ્રધાન છે જે સ્વતંત્ર ભારતમાં જન્મયા છે
- સમારોહમાં કુલ ૬૦૦૦થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા
- કાર્યક્રમને ધ્યાનમાં લઇને રાષ્ટ્રપતિ ભવનમાં ચારે બાજુ મજબુત સુરક્ષા વ્યવસ્થા
- રાષ્ટ્રપતિ ભવનના બહારના પ્રાંગણમાં મોદીએ શપથ લીધા હતા. અગાઉ ચન્દ્ર શેખર, વાજપેયી પણ આ રીતે શપથ લઇ ચુક્યા છે
- શપથવિધીમાં બોલિવુડ સ્ટાર રજનિકાંત, લતા મંગેશકર, આશા ભોંસલે, અનિલ કપુર, રાહુલ દ્રવિડ, અનુપમ ખેર શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા