મુંબઇ : બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ભારતની રજૂઆત પહેલા પોતાની આગામી ફિલ્મ દબંગ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી તે ભારત અને દબંગ-૩ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો. હવે જાણવા મળ્યુ છે કે ભારત ફિલ્મ સાથે સંબંધિત તમામ કામ હવે પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. હવે સલમાન પૂર્ણ રીતે તેની દબંગ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત થઇ જશે. દબંગ-૩ ફિલ્મને લઇને અપડેટ સપાટી પર આવ્યા બાદ તેની ચર્ચા છે.
સમાચાર એ છે કે દબંગ-૩ ફિલ્મમાં નાના પરદાથી સુપરસ્ટાર અભિનેત્રી એટલે કે નાગિન ફિલ્મની સ્ટાર મૌની રોયની એન્ટ્રી થઇ ગઇ છે. હાલના સમયમાં દબંગ-૩ ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે મુંબઇના સ્ટુડિયોમાં જારી છે. સલમાન અને મૌની રોય હવે દબંગ-૩ ફિલ્મ માટે ગીતનુ શુટિંગ કરનાર છે. આ ફિલ્મમાં મૌની પોતાની કાતિલ અદા મારફતે ખુબસુરત ડાન્સ રજૂ કરનાર છે. મૌની ડે આઇટમ સોંગ કરનાર છે તે ગીતનુ શુટિંગ વસઇ સ્ટુડિયોમાં કરવામાં આવનાર છે. આગામી સપ્તાહમાં આનુ શુટિંગ કરવામાં આવનાર છે. આ ખાસ ગીત માટે વસઇ સ્થિત સ્ટુડિયોમાં ખાસ પ્રકારના સેટ તૈયાર કરવામાં આવ્યા છે. હજુ સુધી સેટ સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવ્યા નથી. જા કે એમ માનવામાં આવે છે કે આગામી સપ્તાહમાં શુટિંગ ઝડપથી આગળ વધશે.
પહેલા એવા હેવાલ આવ્યા હતા કે કરીના કપુર જ આઇટમ સોંગ કરનાર છે. જા કે હવે મૌની રોયને લેવામાં આવી છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ફરી એકવાર સોનાક્ષી સિંહા જ રહેનાર છે. સોનાક્ષી પોતાના હિસ્સાનુ શુટિંગ પૂર્ણ કરી ચુકી છે. દબંગ-૩ વર્ષ ૨૦૧૦માં આવેલી દબંગ- સિરિઝની ત્રીજી ફિલ્મ છે.