અમદાવાદ : ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના અધિવેશનની પૂર્ણાહૂતિ થશે. રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે પ્રેરક માર્ગદર્શન રહેશે. પ્રદેશ ભાજપ મિડિયાની યાદીમાં કાલે જ્ણાવવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સમારોહમાં વડાપ્રધાન મોદી પ્રેરક માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય મહિલા અધઘિવેશનમાં દેશભરમાંથી પહોંચેલી ૫૦૦૦થી વધુ મહિલા કાર્યકરો અને સમગ્ર રાજ્યમાંથી પહોંચેલી ૨૦૦૦૦થી વધુ મહિલા કાર્યકરો આ ખુલ્લા અધિવેશનમાં ભાગ લઇ વડાપ્રધાનનું માર્ગદર્શન મેળવશે. કાલેે ત્રિમંદિર અડાલજ, ગાંધીનગર અટલનગર ખાતે ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધિવેશનનું કેન્દ્રીયમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું.
કાલના વિવિધ કાર્યક્રમો અને સત્રમાં વિવિધ મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ કાર્યકરોએ તેને હર્ષભેર વધાવી લીધું હતું. સવારથી જ વિવિધ સત્રો યોજાશે જે પૈકી સવારે બેઠકો એક સાથે યોજાશે જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સંબોધન કરશે અને માર્ગદર્શન આપશે. ત્યારબાદ રાજકીય ઠરાવ પસાર કરવામાં આવશે. આગામી કાર્યક્રમોની રુપરેખા પણ નક્કી કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપી રહ્યા છે. શરૂ થયેલા મહિલા મોરચાના અધિવેશનમાં ભાજપની મહિલા નેતાઓ, પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્ય બહેનો, મહિલા ધારાસભ્યો, મહિલા સાંસદ, મહિલા મેયર સહિતની હજારો કાર્યકર બહેનો હાજર રહી છે. મહિલાઓના આ રાષ્ટ્રીય અધિવેશનમાં મહિલા કેન્દ્રીય મત્રીઓ પણ હાજરી આપવા પહોંચી છે. ભાજપ મહિલા મોરચાના આ રાષ્ટ્રીય અધિવેશનમાં પક્ષના સંગઠનના વિષય, નવા ભારતના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા, આગામી લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભૂમિકા કેન્દ્રસ્થાને, ચૂંટણીલક્ષી તૈયારીઓ અને આયોજન સહિતના વિષયોને લઇ વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે વિવિધ વિષય ઉપર ચર્ચા થઇ હતી.