ગુજરાત : સતત બીજા દિવસે તીવ્ર ઠંડી, ડીસામાં ૯.૨ ડિગ્રી

News KhabarPatri
By News KhabarPatri 3 Min Read

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં તીવ્ર ઠંડીનું મોજુ આજે સતત બીજા દિવસે અકબંધરહ્યું હતું. અમદાવાદમાં આજે પણ પારો ૧૧.૨ ડિગ્રી રહ્યો હતો. ડીસામાં પારો ૧૦થી પણ નીચે પહોંચી ગયો હતો. અહીં લઘુત્તમ તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં ગઈકાલની સરખામણીમાં આજે પારો વધુ ગગડી ગયો હતો. બીજી બાજુ નલિયામાં ગઈકાલની સરખામણીમાં પારો વધ્યો હતો. જોકે આજે પણ ૧૦થી નીચે રહ્યો હતો. નલિયામાં શુક્રવારના દિવસે ૫.૮ ડિગ્રીની સરખામણીમાં લઘુત્તમ તાપમાન આજે વધીને ૯.૮ ડિગ્રી થયું હોવા છતાં કડાકાની ઠંડીનો અનુભવ રહ્યો હતો. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.

છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે. વરસાદ પણ પડ્યો છે. હાલમાં કેટલાક રાજ્યોમાં તીવ્ર ઠંડી માટે માવઠાની અસર પણ જવાબદાર છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  આજે અમદાવાદમાં દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વથી પૂર્વીય પવાનો  ફુંકાવાથી તાપમાનમાં નજીવા

ફેરફારની સ્થિતિ રહેશે.  હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં હાલ ફેરફાર  નહીં થાય તેમ માનવામાં આવે છે.

કાલે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. જા કે બપોરના ગાળામાં સુર્યપ્રકાશ રહેતા લોકો મિશ્ર સિઝનનો અનુભવ કરી રહ્યા છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વ†ોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વ†ોમાં નજરે પડે છે. ફુલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.  ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.

Share This Article